CM કાર્યાલયમાં પટાવાળા તરીકે કામગીરી કરું છું તેમ કહી 35 લાખ ખંખેરી લેનારા ભાઈબહેન ઝડપાયાં - ગાંધીનગર ક્રાઈમ
શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતાં લાચાર માબાપ પોતાનું સંતાન મરણમૂડી ખર્ચીને પણ સરકારી નોકરી કરે તેવી આશા રાખતા હોય છે. તેનો ગેરલાભ લેભાગુ તત્વો ઉઠાવતાં હોય છે. ત્યારે હું CM કાર્યાલયમાં પટાવાળા તરીકે નોકરી કરું છું તેમ કહીને બોરીજમાં રહેતાં યુવક સાથે 35 લાખની છેતરપિંડી કરનાર સગાં ભાઈબહેનને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યાં છે.
ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ સેક્ટર 21 મહાવીર સોસાયટીમાં રહેતાં અને મૂળ બોરીજના રહીશ વિષ્ણુ રણછોડભાઈ પ્રજાપતિ સેક્ટર 21 શાક માર્કેટમાં કરિયાણાની દુકાન ધરાવે છે. તેમને દુકાને અવારનવાર કરિયાણું લેવા આવતાં 45 વર્ષીય જ્યોત્સના ઉર્ફે શારદા કાંતિભાઈ વાઘેલા (રહે, સંજરી પાર્ક પેથાપુર) દ્વારા વિષ્ણુભાઈને CM કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવું છું. તેમના સગાને કોઈ સરકારી નોકરી જોઈતી હોય તો સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેમની પાસેથી ટુકડે ટુકડે 35 લાખ રૂપિયાની માતબર રકમ ખંખેરવામાં આવી હતી.