- 2018થી 2020માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાં ગફલત કરી
- મેયર રીટા પટેલ પર અધૂરો હિસાબ આપવાનો આક્ષેપ
- પૂર્વ કોર્પોરેટરે વિજિલન્સ કમિશનરને પણ હિસાબ બાબતે રજૂઆત કરી હતી
ગાંધીનગર : પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલે એકવાર નહીં પરંતુ ત્રણ ત્રણવાર લેખિતમાં ગ્રાન્ટનો હિસાબ માગ્યો હતો. જોકે વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરવામાં આવતા તેમની સૂચનાથી આ હિસાબ 2018થી 2020માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી છે તેનો હિસાબ આપવામાં આવ્યો છે .પરંતુ અરજદારે વાર રજનીકાંત પટેલનું કહેવું છે કે દોઢ કરોડનો હિસાબ હજુ સુધી પણ આ હિસાબમાં મળ્યો નથી. કોર્પોરેશન તરફથી જે માહિતી મળી છે તે છુપાવવામાં આવી રહી છે જેથી મેં ફરીથી આ હિસાબ માગવા માટે અરજી કરી છે. આ અધૂરો હિસાબ આપવામાં આવ્યો છે.
અધૂરો હિસાબ અપાતાં ફરી પૂરો હિસાબ આપવા રજૂઆત કરી
અરજદાર અને કોંગ્રેસ તરફથી કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા રજનીકાંત પટેલે વધુમાં કહ્યું કે અત્યારે ત્રણ કરોડનો હિસાબ આપવામાં આવ્યો છે. તેમાં પણ આ પહેલાં પૂર્વ મેયર પ્રવીણભાઈ કે જેમના ખર્ચમાંથી જે કામો થયાં તેમાં પણ પોતાના નામના બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે. અમે કમિશનરને એકવાર વિજિલન્સ અને સી.એમ.ને પણ હિસાબ બાબતે રજૂઆત કરી હતી. ત્રણ-ત્રણ વાર રજૂઆત પત્ર લખીને કરી એ પછી હિસાબ આપવામાં આવે છે તેમાં પણ અધૂરો હિસાબ આપવામાં આવી રહ્યો છે. આમ તેમણે તમામ બાબતોમાં તપાસ કરી ન્યાય અપાવવા અપીલ કરી છે.