ગાંધીનગરરાજ્યમાં ઓક્ટોબર માસના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ (Gujarat Assembly Elections 2022) શકે છે. ત્યારે વિસનગર વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવાર (Visnagar AAP Candidate Vipul Chaudhary) અને રાજ્યના પૂર્વ પ્રધાન વિપુલ ચૌધરીની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક ધોરણે માહિતી મળી રહી છે કે, ટૂંક સમયમાં તેમની સત્તાવાર ધરપકડ કરાશે.
પોલીસ આવી પ્રાઈવેટ ગાડીમાં, સીસીટીવી આવ્યા સામે આ મુદ્દે કરાઈ અટકાયતવિપુલ ચૌધરીની અટકાયતની વાત (Vipul Chaudhary detained ) કરીએ તો, તો મહેસાણા એસીબી (Mehsana ACB) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 5/22ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે, જેમાં આઈપીસીની કલમો 406, 409, 420, 465, 467, 468, 471 અને 120 બી તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12 અને 13(1) તથા 13(2) મુજબ અટકાયત કરવામાં આવી છે.
ડેરીમાં નાણાકીય ગેરરીતિ સાથે સંબંધ હોવાનો આક્ષેપ જ્યારે વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા. તે દરમિયાન નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે, જેમાં વિપુલ ચૌધરી સહિત તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત (Vipul Chaudhary detained ) કરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે મહેસાણા પોલીસ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરશે.
7 જિલ્લામાં આવેદનપત્ર પાઠવવામાં આવશેવિપુલ ચૌધરી અત્યારે મહેસાણા અને વિસનગર ખાતે અર્બુદા સેનાના સુપ્રીમો તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે મોડી રાત્રે 12 વાગ્યે વાગે વિપુલ ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. જોકે, પોલીસ તેમની અટકાયત (Vipul Chaudhary detained ) માટે પ્રાઈવેટ ગાડીમાં આવતા પ્રશ્નો ઊઠ્યા છે. ત્યારે અર્બુદા સેના દ્વારા અનેક સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે. તો હવે આ મામલે અર્બુદા સેના દ્વારા 7 જિલ્લામાં કલેક્ટરોને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે.
વિસનગર વિધાનસભાના આપના સંભવિત ઉમેદવાર2 મહિના અગાઉ દૂધસાગર ડેરીના પડતા પ્રશ્નો બાબતે વિપુલ ચૌધરીએ સમાજના આગેવાનો સાથે ગાંધીનગર રેન્જ IGને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ વિસનગર વિધાનસભા લડવા જઈ રહ્યા છે અને જો ભાજપ પક્ષે ટિકિટ નહીં આપે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર (Visnagar AAP Candidate Vipul Chaudhary) તરીકે પણ તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે. આમ, વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીના વિસનગર વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવાર પણ છે.