ગુજરાત

gujarat

ETV Bharat / city

નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર - Former Education Minister Bhupendra Chudasama

રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારના રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો આજે સત્તાવાર રીતે ચાર્જ લઇ રહ્યા છે, ત્યારે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ આજે સવારે 10.15 કલાકની આસપાસ ચાર્જ લીધો હતો, પરંતુ સચિવાલયમાં તમામ પ્રધાનોએ ચાર્જ લીધો તેના કરતા અલગ અંદાજમાં જ ચાર્જ લીધો હતો. ચાર્જ દરમિયાન વિજય રૂપાણી સરકારમાં શિક્ષણપ્રધાન તરીકે ફરજ નિભાવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા.

નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર
નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

By

Published : Sep 18, 2021, 6:06 PM IST

  • કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ચાર્જ લીધો
  • ચાર્જ વિધિ દરમિયાન પૂર્વ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રહ્યા હાજર
  • ચુડાસમાએ અભ્યાસ કરતા ગણેશજીની પ્રતિમા પણ આપી

ગાંધીનગર : રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારના રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો આજે સત્તાવાર રીતે ચાર્જ લઇ રહ્યા છે, ત્યારે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પણ આજે સવારે 10.15 કલાકની આસપાસ ચાર્જ લીધો હતો, પરંતુ સચિવાલયમાં તમામ પ્રધાનોએ ચાર્જ લીધો તેના કરતા અલગ અંદાજમાં જ ચાર્જ લીધો હતો. જીતુ વાઘાણી કે જેને શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે, ત્યારે ચાર્જ દરમિયાન વિજય રૂપાણી સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે ફરજ નિભાવતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જીતુ વાઘાણી સાથે ચાર્જ દરમિયાન હાજર રહ્યા હતા.

નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

ભુપેન્દ્ર ચુડાસમાએ અભ્યાસ કરતા ગણેશજીની પ્રતિમા આપ્યા

રાજ્યના કેબિનેટ કક્ષાના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે સવારે શિક્ષણપ્રધાન તરીકેનો ચાર્જ લીધો હતો. તે દરમિયાન સ્વર્ણિમ સંકુલ-1 માં તેમને ફાળવવામાં આવેલી ઓફિસમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચાર્જ દરમિયાન તેમની સાથે હાજર રહ્યા હતા. આ સાથે જ તેઓએ ધાર્મિક પૂજાવિધિ કરીને જીતુ વાઘાણીએ ચેમ્બરમાં મહાદેવની સ્થાપના કરી હતી. તે દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જીતુ વાઘાણીને અભ્યાસ કરતા ગણેશજીની પ્રતિમા પણ ભેટમાં આપી હતી. આ ઉપરાંત ચુડાસમાએ જીતુ વાઘાણીને સરકારી પેન પણ ભેટમાં આપી હતી.

જીતુ વાઘાણીને વિધાર્થી પરિષદથી જાણું છું : ચુડાસમા

રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતુ વાઘાણીના શિક્ષણપ્રધાન તરીકેના ચાર્જ દરમિયાન મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, જીતુ વાઘાણીને હું વિદ્યાર્થી પરિષદમાં હતા ત્યારથી ઓળખું છું. જ્યારે અમદાવાદ હું ભાવનગર જિલ્લાનો જિલ્લા પ્રભારી બન્યો છું. તેવા જ ભાવનગરના જ ધારાસભ્ય એવા જીતુ વાઘાણીને મારો જ વિભાગ આપવામાં આવ્યો છે તે બાબતે હું જીતુ વાઘાણીને શુભેચ્છા આપવા માટે હાજર થયો છું. જ્યારે જીતુ વાઘાણીને વિદ્યાર્થી પરિષદમાં ધારાસભ્ય તરીકે અને ભાજપના સુકાની તરીકે જોયા છે. આમ અલગ-અલગ જવાબદારીઓમાં તેમને જોયા છે. આમ એમને જેટલો ઉત્સાહ છે તેનાથી વધારે મને પણ ઉત્સાહ છે.

નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર ચુડાસમા રહ્યા હાજર

ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હંમેશા વાલી તરીકે જોયા છે: જીતુ વાઘાણી

નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નવી સરકારમાં મને શિક્ષણ અને ટેકનોલોજીની જવાબદારી આપવામાં આવી છે. સરકાર દ્વારા તમામ કામો કરવામાં આવ્યા છે તે તમામ કામોને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. જ્યારે પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મને વર્ષોથી જાણે છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 30 વર્ષથી ભાવનગર ખોડિયાર મંદિર ખાતે પૂનમના દિવસે દર્શન માટે આવે છે, ત્યારથી તેમની સાથે પરિચય છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મારા માટે હંમેશા વાલી તરીકેની ફરજ બજાવે છે, ત્યારે આવનારા દિવસોમાં પણ તેમનું માર્ગદર્શન લઈને શિક્ષણમાં તમામ કાર્યો ઝડપથી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details