ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજમાં ભાજપના નેતાઓએ 500 કરોડ રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર કર્યો (Allegations of corruption in Rupani government) હોવાનો કોંગ્રેસે (Congress Arjun Modhwadia allegations on BJP) આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ વધુ એક આક્ષેપ થતા આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસને જવાબ આપ્યો હતો. કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ વિજય રૂપાણી ઉપર આ આક્ષેપ કર્યા હતા. ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વળતો પ્રહાર કરતા (Former CM Vijay Rupani on Congress) જણાવ્યું હતું કે, ભ્રષ્ટ કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચારનો આરોપ શોભતો નથી તેઓ કારણ વગર કોઈ આક્ષેપ ન કરે.
અર્જૂન મોઢવાડિયાએ કર્યા હતા આક્ષેપ -અર્જૂન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Congress Arjun Modhwadia allegations on BJP) પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજનામાં કોઈ પણ કાયદા કે અધિકાર વિના ભાજપની સરકારના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેટલાક અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબના 201 રિઝર્વેશનોના 1, 66, 11, 476 ચો.મી. જમીનમાંથી 112 રિઝર્વેશન હટાવીને 90, 79, 369 ચો.મી. જમીન બિલ્ડરમાલિકોને પધરાવીને 27,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભ્રષ્ટાચારના નાણાં ક્યાં વાપર્યાઃ મોઢવાડિયા - અર્જૂન મોઢવાડિયાએ ભાજપને પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાચારના નાણામાંથી કેટલા નાણાં કેટલા કોના ખિસ્સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના અધ્યક્ષપદ હેઠળ તપાસ થવી જોઈએ. જ્યારે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પ્રતિક્રિયા આપી હતી.
મીડિયાએ પણ કૉંગ્રેસના આક્ષેપને પ્રાધાન્ય ન આપ્યું - પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં (Former CM Vijay Rupani on Congress) જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સુરતમાં રિઝર્વ પ્લોટ મામલે (Reserve plot controversy in Surat) આક્ષેપો કર્યા હતા, પરંતુ તેમની વાતને કોઈએ ધ્યાન ન આપતા આપ સૌને હું ધન્યવાદ આપું છું. મીડિયાએ પણ એમની વાતને પ્રાધાન્ય ન આપ્યું એ સત્યથી વેગળી હતી. મેં આજની પ્રેસ કોન્ફરન્સ જનતામાં અને મીડિયામાં સાચી હકિકત કેવી જોઈએ એ દ્રષ્ટિથી રાખી છે. કોંગ્રેસ દિલ્હીથી મળીને અહીંયા સુધી નિરાશ બની ગઈ છે અને કોંગ્રેસ બેબાકળી બની છે હતાશ બની ગઈ છે.
કોંગ્રેસને આક્ષેપો કર્યા સિવાય કોઈ કામ નથી - વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી માટે ખોટા આક્ષેપ કરે છે. સુરતની જમીનો અમે બચાવી છે. મારા સંપર્કો અને મારી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ ઢંગધડા વગરના આક્ષેપ કરે છે. કોંગ્રેસ 27,000 કરોડની જમીન જમીનદારો અને બિલ્ડરોને આપી હોવાનો આક્ષેપ કરી રહી છે, પરંતુ સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીની સ્થાપના વર્ષ 1978માં થઈ અને વર્ષ 1982માં ટીપી પ્લાન પાસ થયો હતો.
અમારી સરકારે તો ઊલટાની સુરતની જમીન બચાવી - વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારી સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (Surat Urban Development Authority SUDA)માં કિંમતી જમીન બચાવી છે, જેમાં કોંગ્રેસ ભષ્ટ્રાચારના આક્ષેપો કરી શકે નહી. મારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાથી અકળાઈને કૉંગ્રેસ આમ કરી રહી છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીની સ્થાપના વર્ષ 1978માં કરવામાં આવી હતી. જ્યાં વર્ષ 1986માં પ્રથમ ટીપી બનાવી હતી અને 186 પ્લોટ રિઝર્વ (Reserve plot controversy in Surat) રાખવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં વિજય રૂપાણીએ 27,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો (Allegations of corruption in Rupani government) સામે પોતે 27,000 કરોડની જમીન SUDAની બચાવી હોવાનો દાવો કર્યો હતો.