અમદાવાદ- ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના પીએ પણ કોરોના સંક્રમિત થયાં છે. સમાચાર મળ્યા મુજબ કેશુભાઈ પટેલની તેમના ઘરેથી સારવાર ચાલુ કરી દેવાઈ છે. તેમના પર્સનલ આસિસ્ટન્ટ પણ હોમ આઈસોલેટ થયાં છે. કેશુભાઈની તબિયત સારી છે, તે અંગે કોઈ ચિંતા કરવા જેવું નથી.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ - કેશૂભાઈ પટેલ
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ આવ્યાં છે, તેઓ હાલ ગાંધીનગરમાં જ હોમ આઈસોલેશનમાં રખાયાં છે અને ઘરમાં જ તેમની સારવાર ચાલુ કરી દેવાઈ છે.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ
કેશુભાઈનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના નિવાસસ્થાને જ ડૉકટરને બોલાવીને સારવાર શરૂ કરી દેવાઈ છે, અને ડૉકટર દ્વારા જરૂરી સૂચનાઓ આપી છે. કેશુભાઈ પટેલ 1995 અને વર્ષ 1998થી 2001 સુધીના સમયગાળા દરમિયાન બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યાં છે. તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હાલમાં તેઓ ગાંધીનગરમાં નિવૃત જીવન વ્યતીત કરી રહ્યાં છે.