- ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University)નું નવું ટેક્નોલોજી રિસર્ચ
- ક્રાઈમ સ્પોટ (Crime Spot) પર હવે થશે તાત્કાલિક તપાસ
- પોલોસ અધિકારીઓને આપવામાં આવશે ખાસ વાન
- પ્રથમ તબક્કામાં દેશના તમામ જિલ્લામાં આપવામાં આવશે ફોરેન્સિક વાન (Forensic Van)
- દેશના તમામ પોલીસ સ્ટેશનદીઠ વાન આપવામાં આવશે
ગાંધીનગરઃ ફોરેન્સિક યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ વેન ખાસ પ્રકારની કીટ સાથે તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈ મોટી ક્રાઈમની ઘટના હોય તો આ વાન ઈન્વેસ્ટિગેશન ઓફિસર લઈને સીધા સ્પોટ પર પહોંચશે. જેમાં ક્રાઈમ સીન (Crime Scene)ને લાગતા તમામ પ્રકારના સાયન્ટિફિક પૂરાવા એકત્રિત કરવામાં મદદ થશે. આ વાનમાં લૂંટ મર્ડર, દુષ્કર્મ, સામૂહિક દુષ્કર્મ, ડ્રગ્સ ટ્રાફિકિંગ, આગ સહિતની તમામ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન કીટ (Crime Investigation Kit) સાથે તૈયાર કરવામાં આવી છે.
શના તમામ પોલીસ સ્ટેશનદીઠ વાન આપવામાં આવશે આ પણ વાંચોઃઅનાજના ટેસ્ટિંગ માટે પ્રથમ સંપૂર્ણ સ્વદેશી કીટ વિકસાવાઈ, ટૂંક સમયમાં તમામ APMC ખાતે થશે ઉપલબ્ધ
પ્રથમ તબક્કા દેશના તમામ જિલ્લામાં આ વાન આપવામાં આવશે
આ બાબતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University)ના કેમ્પસ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University)ને દેશના હોમ મિનિસ્ટ્રી (Home Ministry)માંથી ખાસ વાન બનાવવાની સૂચના આપવામાં આવી હતી, જે અમે હવે તૈયાર કરી લીધી છે. જ્યારે આ વાન પ્રથમ તબક્કામાં દેશના તમામ રાજ્યોના જિલ્લા પોલીસ ખાતે આપવામાં આવશે. જે બાદ તમામ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવશે.
National Forensic Science Universityએ બનાવી ફોરેન્સિક વાન, ગુનાના સ્થળ પર જ થઈ શકશે ફોરેન્સિક તપાસ આ પણ વાંચોઃડ્રગ્સ પેન્ડલ હવે નહિ છટકી શકે, ગાંધીનગરમાં ડ્રગ્સની તપાસ માટે ખાસ લેબોરેટરી બનાવવામાં આવી
પહેલા ફોરેન્સિક રિપોર્ટ માટે દિવસો સુધી રાહ જોવી પડતી હતી
ભૂતકાળની અને વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ફોરેન્સિક તપાસમાં પહેલા અને અત્યારે પણ રિપોર્ટ માટે અનેક દિવસોની રાહ જોવી પડતી હતી. આથી આરોપીઓ સમયગાળાનો લાભ ઉઠાવીને પોલોસ પકડથી દૂર જતા હતા પણ હવે ભવિષ્યમાં આવનારી સિસ્ટમને કારણે ગણતરીના કલાકોમાં જ ક્રાઈમ સીન પર જ તમામ ટેસ્ટ કરીને આરોપીઓ સુધી સરળતાથી પહોંચી શકાશે. આ ઉપરાંત આરોપીઓ ભાગવામાં સફળ થઈ શકશે નહીં.
ક્રાઈમ સ્પોટ (Crime Spot) પર હવે થશે તાત્કાલિક તપાસ પાકિસ્તાન અને ચીનને બાદ કરતા એશિયાના તમામ દેશમાં સપ્લાય થશે ફોરેન્સિક વાન
કેમ્પસ ડિરેક્ટર જુનારે ફોરેન્સિક વાન બાબતે જણાવ્યું હતું કે, વિશેષ પ્રકારની વાન તૈયાર કરવામાં આવી છે, જેમાં ક્રાઈમ સીન પર તમામ ફોરેન્સિક પૂરાવા એકત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે આ જ કારણે દેશમાં તમામ રાજ્યોના જિલ્લામાં સપ્લાય કર્યા બાદ પાકિસ્તાન અને ચીનને છોડીને બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા અને એશિયાના તમામ દેશોને આપવામાં આવશે. સમગ્ર વિશ્વમાં જે દેશને જરૂર હશે તેવા દેશને 'નો પ્રોફિટનો લોસ'ના સૂત્ર પર આપવામાં આવશે.
વાનમાં ફ્કત 2 જ વ્યક્તિ બેસે તેવી વ્યવસ્થા
વેનમાં બેઠક વ્યવસ્થા વિશે વાત કરવામાં આવે તો ફક્ત 2 જ વ્યક્તિ બેસે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એક વેન ડ્રાઈવર અને બીજા વ્યક્તિ તરીકે ઈન્વેસ્ટિગેશન ઓફિસર અથવા તો ફોરેન્સિક ઓફિસર બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે અમુક ટેસ્ટિંગ અંતે લાઈટની જરૂર પડતી હોય છે, ત્યારે આ વાનમાં સ્પેશિયલ નાનું જનરેટર પણ મૂકવામાં આવ્યું છે.
શના તમામ પોલીસ સ્ટેશનદીઠ વાન આપવામાં આવશે અત્યારે પ્રાથમિક તબક્કે 11 વાન ગુજરાતમાં, 44 વાન અન્ય રાજ્યમાં કાર્યરત
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વાન અત્યારે ગુજરાતમાં 11 અને અન્ય રાજ્યમાં 44 વાન કાર્યરત છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા જેવા મોટા શહેર અને જિલ્લા પોલીસને આપવામાં આવી છે પણ આ વાન છે એ ખૂબ જ મોટી છે. જ્યારે કેન્દ્ર સરકારની જરૂરિયાત કોમ્પેક્ટ કારમાં આ સિસ્ટમ ફિટ કરવાની યોજના તૈયાર કરવા આવી છે. જેથી હવે કઈ કારમાં આ સિસ્ટમ ફિટ કરી શકાય તે બાબતે અભ્યાસ કાર્યરત છે.
વિજ્ઞાનિક ઢબે તૈયાર થશે રિપોર્ટ
આ ફોરેન્સિક યુનિવર્સિટી (National Forensic Science University) દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનમાં ટેસ્ટિંગ અને ક્રાઈમ સીનનો રિપોર્ટ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવશે. આથી આરોપીઓ છૂટી ન શકે. જ્યારે આ બાબતે આવનારા સમયમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને જ્યુડિસરીને આ બાબતે ખાસ પ્રકારનું જ્ઞાન આપવામાં આવશે.