ગુજરાત

gujarat

ETV Bharat / city

દેશમાં પ્રથમવાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકી: મુખ્યપ્રધાન વિજય રૂપાણી - assembly news

વર્ષ 2022માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગળ વધી રહ્યાં છે તેવું નિવેદન તેમણે વિધાનસભા ગૃહમાં આપ્યું હતુ. ખેડૂતોના પડખે ઊભાં રહેવા માટે પાક વીમાના ઑલ્ટરનેટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરીને 3,700 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. એટલું જ નહી ઉનાળુ પાક માટે પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવા નર્મદાના નીર તેઓ આજે આપી રહ્યાં છે.

દેશમાં પ્રથમવાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી
દેશમાં પ્રથમવાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકી

By

Published : Mar 25, 2021, 4:23 PM IST

Updated : Mar 25, 2021, 7:18 PM IST

  • 3,700 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતોને આપ્યું
  • ઉનાળુ પાક માટે નર્મદાના નીર આજે પણ આપવામાં આવે છે
  • ખેડૂતોને આપત્તિમાં કોઈ વર્ષે નુકસાન થવા દીધું નથી
  • રાજ્ય બજેટમાંથી પણ અમે સહાય કરી: ફળદુ

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે વર્ષ 2022માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે તેઓ આગળ વધી રહ્યાં છે, તેમણે નક્કર પગલાં લીધા છે. ખેડૂતોના પડખે ઊભાં રહેવા માટે પાક વીમાના ઑલ્ટરનેટ તરીકે દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરીને 3,700 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે.

આ પણ વાંચોઃ ‘નલ સે જલ’ યોજના અંતર્ગત રાજ્યના તમામ ઘરોમાં 2022 સુધીમાં પાણી પહોંચાડાશે: વિજય રૂપાણી

પ્રશ્નોત્તરીમાં મુખ્યપ્રધાન રૂપાણીનો જવાબ

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ઉપસ્થિત થયેલા અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગેના પ્રશ્નની ચર્ચામાં સહભાગી થતાં મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, પાક વિમાના ઑલ્ટરનેટ માટે આ યોજના તેઓ લાવ્યા હતા. વરસાદ ઓછો પડે ત્યારે ખાનગી કંપની પૂરતું વળતર આપતી નહોતી, આ સમયે ખેડૂતોને સહાયરૂપ થવાનો તેમનો પ્રયાસ છે. જેમાં અતિવૃષ્ટિ, માવઠુ, અનાવૃષ્ટિમાં આ સહાય ચૂકવાય છે. નિયત ધારા-ધોરણો છે. SDRF (The State Disaster Response Fund )મુજબ પણ સહાય ચૂકવાય છે. દરેક જિલ્લામાં પૂરતો વરસાદ થયો છે અને પાક ઉત્પાદન વધતા હજારો કરોડો રૂપિયાના ટેકાના ભાવે ખરીદી પણ સરકારે કરી છે. એટલું જ નહી ઉનાળુ પાક માટે પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવા નર્મદાના નીર તેઓ આજે આપી રહ્યાં છે.

સરકારે ખેડૂતોનું બાવળુ પકડીને ઊભાં કરવાની હિંમત આપી: આર. સી. ફળદુ

કૃષિપ્રધાન આર. સી. ફળદુએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વિસ્તૃત યોજનાકીય વિગતો આપતાં કહ્યું કે, યોજનાકીય ધારા ધોરણો મુજબ અમરેલી જિલ્લામાં સહાય હેઠળ ન આવતા હોવા છતાંય મુખ્યપ્રધાને મોટું મન રાખીને આ જિલ્લામાં 310 કરોડ રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત ચૂકવી છે. તેમણે જણાવ્યું હતુ કે, અત્યારસુધીમાં જ્યારે જ્યારે પણ કુદરતી આપત્તિ આવી છે ત્યારે ત્યારે સરકારે ખેડૂતોનું બાવળુ પકડીને ઊભાં કરવાની હિંમત કરીને કાયમ માટે તેમની પડખે ઊભાં રહ્યાં છે અને દર વર્ષે કોઈ પણ આપત્તિ સમયે ખેડૂતોને નુકસાન થવા દીધું નથી. જરૂર પડી ત્યાં તેમણે રાજ્ય બજેટમાંથી પણ ખેડૂતોને સહાય ચૂકવી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તક એવા ખાણ ખનીજ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી

Last Updated : Mar 25, 2021, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details