ગાંધીનગરઃ ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન (PM Modi vision for Indian Economy) છે. ત્યારે તેમના આ વિઝનને સાકાર કરવા ગુજરાતે આગવી પહેલરૂપ રણનીતિ-રોડમેપ ઘડ્યો છે. આ સંદર્ભમાં ગુજરાત સરકારે ટાસ્ક ફોર્સ પણ બનાવી છે. આ ટાસ્કફોર્સના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ (Taskforce Dr. Hasmukh Adhiya) મંગળવારે આ અંગેનો રોડમેપ (Roadmap for Indian Economy) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને સુપરત (Task Force submits report to CM) કર્યો હતો.
ગુજરાતે આગવી પહેલરૂપ રણનીતિ-રોડમેપ બનાવ્યો રોડમેપની વિસ્તૃત વિગતો-ટાસ્કફોર્સના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને આ રોડમેપ-રણનીતિની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રચેલી આ ટાસ્કફોર્સ દ્વારા માત્ર 3 જ મહિનાના ટૂંકાગાળામાં આ રોડમેપ (Roadmap for Indian Economy) તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના બધા જ વિભાગોના સૂચનો તથા 15 જેટલા સ્ટેકહોલ્ડર્સના સૂચનો પણ આ રોડમેપ તૈયાર કરવા મેળવીને તેનો સમાવેશ રણનીતિમાં કરવામાં આવ્યો છે.
ગુજરાતની આગવી પહેલ -વડાપ્રધાન મોદીએ (PM Modi vision for Indian Economy ) 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના (Five Trillion Dollar Economy) વિઝનને સાકાર કરવા દરેક રાજ્યો પણ પોતાના રોડમેપ-રણનીતિ (Roadmap for Indian Economy) તૈયાર કરે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ અપેક્ષાને ગુજરાતે આગવી પહેલ કરીને પૂર્ણ કરી છે તેમ પણ ડૉ. હસમુખ અઢિયાએ ઉંમેર્યુ હતું. આ રોડમેપ વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને ભારત સરકારમાં સબમિટ કરવા પણ સૂચવ્યું હતું.
ગુજરાતની કેવી તૈયારીઓ -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ રોડમેપ-રણનીતિમાં (Roadmap for Indian Economy) સૂચવાયેલી બાબતોના અમલીકરણ માટે એક સઘન માળખું વિકસાવવાની નેમ વ્યકત કરી હતી. સાથે જ મુખ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે, ભારતને 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમી (Five Trillion Dollar Economy) બનાવવાના વડાપ્રધાનના વિઝનને સિદ્ધ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. ડૉ. હસમુખ અઢિયાએ આ રોડમેપનું વિગતવાર પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કર્યુ હતું.
શુ કરવું પડશે ઈકોનોમી વધારવા -જો ભારતને 5 ટ્રિલિયન US ડોલર ઈકોનોમીના (Five Trillion Dollar Economy) લક્ષ્યાંકો નાણાંકીય વર્ષ 2026-27 સુધીમાં સિદ્ધ કરવા હોય તો ગુજરાતે તેના આર્થિક વિકાસને વધુ વેગ આપવાની જરૂરિયાત છે. રાષ્ટ્રીય અર્થતંત્રમાં વર્ષ 2021માં ગુજરાતનો હિસ્સો 8.36 ટકા છે. તે વધારીને 10 ટકા સુધી લઈ જવો પડશે. તેનો અર્થ એ થાય છે કે, ગુજરાતમાં વૃદ્ધિ દર હવે પછીના 5 વર્ષનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ 14.5 ટકા હોવો જરૂરી છે, જે છેલ્લા દાયકામાં આશરે 12.3 ટકા જેટલો રહ્યો છે.
મેન્યુફેક્ચરિંગ મુખ્ય પાસું - રાજ્યના અર્થતંત્રમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર મુખ્ય પાસું છે. ટાસ્ક ફોર્સ દ્વારા કુલ 9 વા આર્થિક ક્ષેત્રોની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન થયું છે, જેમાં, ગ્રીન અને સ્માર્ટ મેન્યૂફેક્ચરિંગ, ટેકનોલોજીનો ઉપયોગ, સચોટ પદ્ધતિ અને કાર્યરીતિ જે સપ્લાય ચેઈન મેનેજમેન્ટ માટે જરૂરી છે. તેની ઉપર ખાસ ભાર મૂકવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-Complaint to CM Bhupendra Patel : ગાંધીનગરની કઇ હોટેલના કામ માટે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ટેન્ડર લેવામાં આવ્યું?
સંશોધનોની જરૂરિયાત અને આયોજન પર ખાસ લક્ષ્ય આપવા સૂચન -સેવા વિષયક ક્ષેત્રોનો હિસ્સો અર્થતંત્રમાં વધારવા, IT, ફિન્ટેક, પ્રવાસન ક્ષેત્ર કે, જેમાં તબીબી પ્રવાસનનો પણ સમાવેશ થાય છે. તેમાં મૂડીરોકાણ મળે અને આ ક્ષેત્રોનો વિકાસ થાય તેમ જ સેવા વિષયક ક્ષેત્રો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાકીય સુવિધા ઊભી કરવા અંદાજપત્રીય સંશાધનોની જરૂરિયાત અને આયોજન પર ખાસ લક્ષ્ય આપવા સૂચન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-Cabinet Meeting in Gandhinagar : આજે સવારે યોજાશે કેબિનેટ બેઠક, થશે જનતાને લગતા મહત્વના નિર્ણય
પ્રવાસન ક્ષેત્રે વિકાસ -ડૉ. હસમુખ અઢિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જે રીતે વિકાસ થયો છે. તે રીતે કુલ 5થી 6 પ્રવાસન ક્લસ્ટરને વિકસાવવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યમાં IT, પ્રવાસન અને અન્ય ક્ષેત્રોમાં મૂડીરોકાણ આકર્ષવા, 4થી 5 મુખ્ય એરપોર્ટની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સુધારવા માટે પ્રયત્નો કરવા પણ તેઓ દ્વારા આ રોડમેપમાં સૂચન કરવામાં આવ્યું છે.
વર્લ્ડ ક્લાસ શહેરી કેન્દ્ર વિકસાવવાની જરૂર -રાજયના સેવા વિષયક ક્ષેત્રોને શહેરી વિસ્તારમાં વિકસાવવા માટે રાજ્યએ ગિફ્ટ સિટીની જેમ જ અન્ય વર્લ્ડ ક્લાસ શહેરી કેન્દ્રો વિકસાવવાની પણ જરૂરિયાત રહેશે. તેઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે, શહેરી ક્ષેત્રોના વિકાસ માટે મેટ્રો રેલ, રિંગ રોડ, અર્બન માસ ટ્રાન્સપોર્ટ અને અર્બન હાઉસિંગ જેવા ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં મૂડીરોકાણની જરૂરિયાત રહેશે.
સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાની જરૂરિયાત - ગુજરાતી લોકોની ઉદ્યોગસાહસિકતાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાની જરૂરિયાત રહેશે. તેવું સૂચન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાત રાજય ઉત્પાદિત વસ્તુઓના નિકાસ માટે ઘણું અગ્રેસર છે. તેમણે સૂચન કર્યું હતું કે, સેવાવિષયક નિકાસ માટે નેતૃત્વ પુરૂ પાડવું જરૂરી છે. તેને અમલી બનાવવાના મહત્વના સૂચન ટાસ્ક ફોર્સના રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે.
બ્લ્યૂ ઈકોનોમીના વિકાસ માટે મૂડીરોકાણ જરૂરી -ડૉ. અઢિયાએ વધુમાં ઉંમેર્યું હતું કે, ગુજરાત દેશમાં સ્ટ્રેટેજિક લોકેશન ધરાવે છે અને કોસ્ટલ ડેવલપમેન્ટ અને બ્લ્યુ ઈકોનોમીના વિકાસ માટે વ્યાપક પ્રમાણમાં મૂડીરોકાણ જરૂરી છે. તે કોસ્ટલ કમ્યુનિટીના આર્થિક ઉત્કર્ષ માટે વ્યાપક તક પૂરી પાડશે અને પ્રવાસન અને પોર્ટ કનેક્ટિવિટીના વિકાસની વ્યાપક શક્યતાઓને પ્રોત્સાહિત કરશે. આ પરાંત ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અગ્રેસર છે. લાંબાગાળા સુધી ઉર્જાની જરૂરિયાતને સંતોષવા રાજયએ વ્યાપક પ્રમાણમાં રિન્યુએબલ એનર્જી, માઈક્રો ગ્રીડ્સ અને ઇલેક્ટ્રિક મોબીલીટી પર ખાસ ભાર મુકવો પડશે. ગ્રીન હાઇડ્રોજન અને સેમી કન્ડક્ટરનું ઉત્પાદન કરવા રાજય સરકારે પહેલ કરવી ખૂબ જરૂરી છે.
કૃષિમાં ટેકનોલોજી -રાજ્યના કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ફાર્મિંગની વિકસિત પદ્ધતિઓ અને ટેક્નોલોજીની મદદ થકી કૃષિ ઉત્પાદન વધારવું ખૂબ અગત્યનું બની ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય ક્ષેત્રે લોકોની આવક વધારવા માટે પશુપાલન, બાગાયાત, મત્સઉદ્યોગ અને પોલ્ટ્રી ફાર્મીંગ જેવા ક્ષેત્રોનો વિકાસ હાથ ધરવો જરૂરી છે. રાજય દ્વારા તમામ આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્રોના વિકાસ માટે જરૂરી માનવબળ મળી રહે, તે માટે ઉચ્ચ શિક્ષણ અને લોકોના કલા-કૌશલ્ય વધારવાના ક્ષેત્રોમાં પણ એક અદ્યતન અને કાર્યક્ષમ ઇકો સિસ્ટમ વિકસાવવી પડશે.
ટાસ્ક ફોર્સના તમામ સજેશન પર અમલીકરણ -મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટાસ્ક ફોર્સ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં સઘન પ્રયત્નો કરી, જે રણનીતિ અને તેના અમલીકરણ માટેનું આયોજન, અહેવાલ સ્વરૂપે તૈયાર કરવાના કાર્યને અભિનંદન આપી બિરદાવ્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે એવી ખાતરી આપી કે, વડાપ્રધાન 5 ટ્રિલિયન US ડોલર ઈકોનોમીના (Five Trillion Dollar Economy) વિઝનને સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં સૂચવવામાં આવેલા તમામ સૂચનોના અમલીકરણ માટે એક સઘન અમલીકરણનું માળખું રાજ્ય દ્વારા વિકસાવવામાં આવશે.