ગુજરાત

gujarat

ETV Bharat / city

Vaccination Camp : વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓને ગુરૂવારે અપાશે પ્રથમ ડોઝ, 28 દિવસ બાદ બીજો ડોઝ - ઓન ધ સ્પોટ વેક્સિન

વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે વેક્સિનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાંથી વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે આવતીકાલે એટલે કે 10 જૂનના રોજ સેક્ટર-2 અર્બન હેલ્થ સેન્ટર ( Urban Health Center ) ખાતે વેક્સિનેશન કેમ્પ ( Vaccination Camp ) નું આયોજન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation ) દ્વારા કરાયું છે. જેમાં અગાઉથી કોર્પોરેશનમાં અરજી કરનારા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે.

Vaccination Camp
Vaccination Camp

By

Published : Jun 9, 2021, 5:57 PM IST

  • 10 જૂનના રોજ સેક્ટર-2 Urban Health Center માં Vaccination Camp
  • વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને વેક્સિનના 2 ડોઝ લેવા ફરજીયાત
  • વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે 84 દિવસના સમયગાળાની જરૂર નથી

ગાંધીનગર : જે વિદ્યાર્થીઓ આ વર્ષે વિદેશ ભણવા માટે જવાના છે તેમને વેક્સિનના 2 ડોઝ લેવા ફરજીયાત છે. આ વિદ્યાર્થીઓ માટે 84 દિવસનો નિયમ હટાવવામાં આવ્યો છે. ગાંઘીનગરમાંથી વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓને વેક્સિનના બન્ને ડોઝ મળી રહે તે માટેની વ્યવસ્થા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation ) દ્વારા કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ ડોઝ મેળવ્યો હતો તો કેટલાકને બન્ને ડોઝ બાકી હતા. આ તમામ વિદ્યાર્થીઓ માટે 10 જૂનના રોજ વેક્સિનેશન કેમ્પ ( Vaccination Camp ) યોજવામાં આવ્યો છે.

વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓને ગુરૂવારે અપાશે પ્રથમ ડોઝ

50 વિદ્યાર્થીઓને સેક્ટર-2માં અપાશે વેક્સિન

વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના સમયગાળાના નિયમમાં ફેરફાર કરાયો છે. જેમના માટે આવતીકાલે એટલે કે 10 જૂને સેક્ટર-2ના અર્બન હેલ્થ સેન્ટર ( Urban Health Center ) ખાતે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કુલ 72 વિદ્યાર્થીઓમાંથી 50 જેટલા વિદ્યાર્થીઓને 10 જૂને વેક્સિન અપાશે. આ વિદ્યાર્થીઓ માટે 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. આ નિયમ ફક્ત વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડશે. જોકે આ પહેલા વિદ્યાર્થીઓને કોઈ તારીખ અપાઈ નહોતી. જેમાં એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે કે તેમની આ મહિનામાં જ વિદેશ જવાની ટિકિટ કન્ફર્મ થઇ ગઇ છે આવા વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે.

વેક્સિન માટે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન ફરજિયાત

વેક્સિન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના એડમિશન લેટર, વિઝા સહિતના ડોક્યુમેન્ટ સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar Municipal Corporation ) માં અરજી કરવી ફરજીયાત છે. અત્યાર સુધી એક અઠવાડિયામાં કોર્પોરેશનને 72 જેટલી અરજીઓ મળી છે. જેમનો પહેલો વેક્સિનેશન કેમ્પ ( Vaccination Camp ) મંગળવારે થનારા છે પરંતુ જે વિદ્યાર્થીઓએ વેક્સિનના બે ડોઝ લીધા નથી તેમને બે ડોઝ લેવા ફરજિયાત છે. જેથી 28 દિવસથી ઓછો સમયગાળો હોય તેમને વેક્સિન આપવામાં નહીં આવે. આ વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ વેક્સિન ( On the Spot Vaccine ) આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details