ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં દિવાળીને પગલે ફાયર કર્મચારીઓ તૈનાત, 12 ગાડીઓ રહેશે સ્ટેન્ડબાય - occurrence of fire

દિવાળીમાં (Diwali 2021) ફટાકડાના કારણે આગની ઘટના અવાર નવાર બનતી હોય છે. તેવી ઘટના ન બને તે હેતુથી ગાંધીનગર ફાયર ડિપાર્ટમેન્ટ (Fire Department Gandhinagar ) દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ફાયરના 90 જેટલા કર્મચારીઓ 12 ગાડીઓ સાથે સ્ટેન્ડબાય રહેશે, ગાંધીનગરના ફટાકડાના સૌથી મોટા માર્કેટ ખાતે ગાડીઓ ચાર દિવસ ઉભી રાખવામાં આવશે.

ગાંધીનગરમાં દિવાળીને પગલે ફાયર કર્મચારીઓ તૈનાત
ગાંધીનગરમાં દિવાળીને પગલે ફાયર કર્મચારીઓ તૈનાત

By

Published : Oct 31, 2021, 4:32 PM IST

  • સેક્ટર 21 અને રામકથા મેદાનમાં ફાયર વિભાગની ગાડીઓ સ્ટેન્ડબાય રહેશે
  • 5 દિવસ તમામ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી
  • 12 જેટલી ગાડીઓનો 90 જેટલો સ્ટાફ ખડેપગે હાજર રહેશે

ગાંધીનગર : શહેરમાં ફટાકડાના સૌથી મોટા બે માર્કેટો આવેલા છે, જ્યાં મોટા પ્રમાણમાં ફટાકડાની ખરીદી થતી હોય છે. આ ઉપરાંત ક્યારેક એકથી વધુ ઘટનાઓ દિવાળીમાં (Diwali 2021) ફટાકડા ફૂટવાના કારણે આગની બનતી હોય છે. આગની ઘટનાઓને કાબુમાં રાખવાના હેતુસર ગાંધીનગર ફાયર ડિપાર્ટમેન્ટના (Fire Department Gandhinagar ) તમામ કર્મચારીઓની પાંચ દિવસની દિવાળીની રજાઓ અને વિકલી ઓફ કેન્સલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સતત 4 દિવસ કર્મચારીઓ સ્ટેન્ડબાય રહેશે.

ગાંધીનગરમાં દિવાળીને પગલે ફાયર કર્મચારીઓ તૈનાત

12 જેટલી ગાડીઓ અને 90 જેટલા કર્મચારીઓ સ્ટેન્ડબાય

ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢે કહ્યું હતું કે, જ્યારે પણ દિવાળી હોય ત્યારે પાંચ-છ દિવસ ફાયરના કર્મચારીઓ સતત કાર્યશીલ રહેતા હોય છે. કોઈપણ પ્રકારની મોટી ઘટના ના બને તે હેતુથી તેઓ ખડેપગે હોય છે. ગુજરાતમાં તમામ જગ્યાએ ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવતી હોય છે, ત્યારે ગાંધીનગરમાં પણ 12 જેટલી ગાડીઓનો 90 જેટલા કર્મચારીઓનો સ્ટાફ છે. તેમની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે. ઘણી વખત એક કરતા વધુ જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય છે, આથી ફાયરની ગાડીઓ સતત સ્ટેન્ડબાય રાખવામાં આવશે, આ સાથે સ્ટાફને પણ તહેનાત કરી દેવામાં આવશે.

ગાંધીનગરમાં દિવાળીને પગલે ફાયર કર્મચારીઓ તૈનાત

શહેરના બે મોટા માર્કેટમાં ફાયરની ગાડીઓ ઉભી રહેશે

ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં બે જગ્યાએ સૌથી મોટું ફટાકડાનું માર્કેટ છે. સૌથી મોટા માર્કેટોમાં એક રામકથા મેદાન અને બીજું સેક્ટર 21માં આવેલું છે. કોઈ મોટી ઘટના ફાયરને લગતી ના થાય તે હેતુથી ચાર દિવસ સુધી સતત ફાયર ગાડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. ફાયરના પ્રોટેક્શન માટે કેટલાક ઇક્વિપમેન્ટ હોય છે, પરંતુ ફટાકડામાં ગમે ત્યારે મોટી ઘટના બની શકે છે, જે હેતુથી ગાડીઓ ઉભી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details