ગુજરાત

gujarat

ETV Bharat / city

Fire NOC Action in Gandhinagar : મેયરની સોસાયટીની લાઈટો કપાઇ, લોકો ગરમીમાં શેકાયાં એમાં કોની બેદરકારી?

ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી મુદ્દે મોટી કાર્યવાહી (Fire NOC Action in Gandhinagar) કરવામાં આવી છે. જેની ઝપટે ગાંધીનગરના મેયરનું ઘર પણ ચડ્યું છે. જૂઓ શું કહે છે (Gandhinagar Mayor Hitesh Makwana) મેયર હિતેશ મકવાણા.

Fire NOC Action in Gandhinagar : મેયરની સોસાયટીની લાઈટો કપાઇ, લોકો ગરમીમાં શેકાયાં એમાં કોની બેદરકારી?
Fire NOC Action in Gandhinagar : મેયરની સોસાયટીની લાઈટો કપાઇ, લોકો ગરમીમાં શેકાયાં એમાં કોની બેદરકારી?

By

Published : May 11, 2022, 5:55 PM IST

ગાંધીનગર : હાઇકોર્ટના હુકમ બાદ ગુજરાતના તમામ કોર્પોરેશન અને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયરની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. જે રેસિડેન્ટ બિલ્ડીંગ સોસાયટી અથવા તો કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર noc ન હોય તો તાત્કાલિક ધોરણે નોટિસ આપીને તેમને મૂળભૂત સુવિધાથી વંચિત (Fire NOC Action in Gandhinagar)રાખવામાં આવે છે. ત્યારે આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ એક એવી જ ઘટના બની. જેમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાની (Gandhinagar Mayor Hitesh Makwana)સોસાયટી જ ફાયર એનઓસી વિનાની છે ત્યારે આ સોસાયટીનું વીજળી કનેકશન કાપવામાં આવ્યું છે.

ફાયર એનઓસી વિનાની સોસાયટીનું વીજળી કનેકશન કાપવામાં આવ્યું

15 લાખ ભરવાના બાકી- મળતી માહિતી પ્રમાણે સોસાયટીએ જે બિલ તૈયાર કર્યું છે તે બિલ્ડર દ્વારા 15 લાખ રૂપિયા ભરવાના બાકી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જ્યારે બિલ્ડર એવું કહે છે કે હું પાંચ લાખ કરીને મુદત વધારી આપું. પરંતુ સંપૂર્ણ રકમ ભરવાની આનાકાની કરે છે તેવી માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો- તંત્રની બેદરકારી: ગાંધીનગરની સરકારી ઇમારતોમાં જ નથી લેવામાં આવી ફાયર NOC

શ્યામ શુકન રેસિડન્સીમાં લાઈટો ગુલ- ગાંધીનગરના પોશ વિસ્તાર pdpu પાસે આવેલ શ્યામ શુકન રેસીડેન્સીમાં 8 માળના અનેક ટાવરો તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની ફાયર noc લેવામાં (Gandhinagar Shyam Shukan Residency Light Cut) આવી નથી. ત્યારે અગાઉ પણ ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા ફાયર noc મેળવવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો સોસાયટીના બિલ્ડરો દ્વારા નિર્ણય ન કરાતા અંતે શ્યામસુંદર રેસીડેન્સીના લાઈટ કનેક્શન (Gandhinagar Shyam Shukan Residency Light Cut) આપવામાં આવ્યા છે. અત્યારે શુકન રેસીડેન્સીમાંથી મળતી માહિતી પ્રમાણે 46 ડિગ્રીમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. જ્યારે તેઓએ મકાનની પૂરેપૂરી કિંમત બિલ્ડરને ચૂકવી હોવા છતાં પણ હેરાન થવાનો (Fire NOC Action in Gandhinagar) વારો આવ્યો છે.

આ પણ વાંચો- ભાજપે ચૂંટણીમાં ગેરરીતિ નથી કરી, સેન્ટ્રલ સિસ્ટમથી ખર્ચ કરવામાં આવ્યો : મેયર હિતેશ મકવાણા

બિલ્ડર દ્વારા ભલામણ કરવામાં આવી- સમગ્ર ઘટના બાબતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણાએ (Gandhinagar Mayor Hitesh Makwana) નિવેદન આપ્યું હતું કે આ બાબતે બિલ્ડર દ્વારા પણ ભલામણ કરવામાં આવી હતી. પરંતુ ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હતી અને આજે અંતિમ નોટિસ આપવામાં આવી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી (Gandhinagar Shyam Shukan Residency Light Cut ) હાથ ધરવામાં આવી છે. લાઈટ કનેક્શન કાપવાની કામગીરી (Gandhinagar Shyam Shukan Residency Light Cut) પણ શરૂ થઈ છે જ્યારે મારું મકાન પણ (Electricity Cut in Gandhinagar Mayor House) આ જ સોસાયટીમાં છે પરંતુ ભલે બે દિવસ લાઈટ ન હોય તો ચાલશે પરંતુ ફાયર noc તો (Fire NOC Action in Gandhinagar) જોઇશે જ.

ABOUT THE AUTHOR

...view details