ગાંધીનગરસરકારની અતિ મહત્વની કચેરીઓ હજી પણ જૂના સચિવાલયમાં કાર્યરત્ (Fire at juna sachivalaya gandhinagar) છે. ત્યારે આજે સવારે જ જૂના સચિવાલયમાં આવેલ બ્લોક નંબર 16ના બીજા માળે આગ લાગી હતી. અહીં વિકાસ કમિશનરની કચેરીના (Office of Development Commissioner) બીજા અને ત્રીજા બંને માળે આગ લાગતા ફાયર વિભાગની (Gandhinagar Fire Station) ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
જૂના સચિવાલયમાં બ્લોક નંબર 16માં લાગી આગ, મહત્વની ફાઈલો બળીને ખાક
ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં સવારે આગ (Fire at juna sachivalaya gandhinagar) લાગી હતી. જોકે ઓફિસની કામગીરી શરૂ થાય તે પહેલા આગ લાગતા કોઈ જાનહાની થઈ નહતી. જ્યારે ગાંધીનગર ફાયર વિભાગે (Gandhinagar Fire Station) આગ પર કાબૂ મેળવ્યો હતો.
તાત્કાલિક ધોરણે ફાયરનો રિસ્પોન્સજુના સચિવાલયની 100 મીટરની અંદર જ ગાંધીનગર ફાયર સ્ટેશન આવેલું (Gandhinagar Fire Station) છે. ત્યારે ગાંધીનગર ફાયર કન્ટ્રોલને આ ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અહીં ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે ગાંધીનગર સ્ટેશનની મોટી સંખ્યામાં ફાયર કન્ટ્રોલિક જ બ્લોક નંબર 16ની આગળ ડિપ્લોય કરી દેવામાં આવ્યું હતું.
ફાઈલો બળીને ખાકમળતી માહિતી પ્રમાણે, બ્લોક નંબર 16માં આવેલી વિકાસ કમિશનર કચેરીમાં (Office of Development Commissioner) પહેલા માળમાં આગ (Gandhinagar Fire Station) લાગી હતી. જોતજોતામાં આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. તેના કારણે મહત્વની કામકાજની ફાઈલો બળીને ખાક (important files burnt) થઈ ગઈ હતી. આ સાથે જ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્ને પણ નુકસાન થયું હોવાથી માહિતી આવી રહી છે, પરંતુ હજી સુધી નુકસાન સંદર્ભે કોઈ અધિકૃત જાણકારી જાહેર કરવામાં આવી નથી.