- ટેકાના ભાવે ડાંગર અને મગફળીની કરાશે ખરીદી
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 થી 29 ઑક્ટોબર સુધી બનશે ગુજરાતના મહેમાન
- એકતા દિનની ઉજવણીમાં ગૃહપ્રધાન અમિત શાહ રહેશે હાજર
ગાંધીનગર : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહત્વના નિર્ણયો લેવાયા. આ બેઠકમાં મગફળીની ખરીદી બાબતે ચર્ચા કરવામાં આવી છે સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સની 4 જેટલી સેવાઓ ગ્રામ્ય સ્તર સુધી પણ પહોંચાડવામાં આવી છે. આ સાથે જ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે તેમના પ્રવાસ બાબતે આયોજન કરવામાં આવ્યું છે.
28 ઑક્ટોબરથી રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે
બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રપતિના પ્રવાસ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ ૨૮ ઑક્ટોબરના રોજ ગુજરાતમાં આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી સીધા જ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે જ્યાં તેઓ રાજ્યપાલ સાથે બેઠક કરશે આ ઉપરાંત 12:45 કલાક થી 5:45 કલાક સુધી હાઇકોર્ટના જજ સાથે વન-ટુ-વન બેઠક પણ યોજશે ત્યારબાદ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરવામાં આવશે અને ૨૯મી ઑકટોબરના દિવસે સવારે ૯ કલાકની આસપાસ અમદાવાદ એરપોર્ટથી ભાવનગર એરપોર્ટ જવા નીકળશે અને ત્યારબાદ ભાવનગર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે મોરારી બાપુના આશ્રમની મુલાકાત લેશે સાથે જ બપોરે 3 વાગ્યા આસપાસ ભાવનગર ખાતે પીએમ આવાસ યોજનાનું લોકાર્પણ કરશે જેમાં પાંચ જેટલા લાભાર્થીઓને આવાસની ચાવી પણ આપવામાં આવશે અને ૨૯ ઑકટોબરના રાત્રી રોકાણ ભાવનગર ખાતે કરીને ૩૦ ઑક્ટોબર એક સવારે દિલ્હી જવા રવાના થશે.
એકતા દિનની ઊજવણી અમિત શાહ રહેશે હાજર
૩૧મી ઑક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિન તરીકેની જાહેરાત કરી છે ત્યારે કેવડિયા ખાતે સરદાર પટેલ 182 ફૂટની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવશે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ પ્રબળ હતી પરંતુ અંતિમ સમયે કાર્યક્રમમાં ફેરફાર થતાં હવે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કેવડિયા ખાતે આવીને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. જેમાં સવારે 8 થી 10 કલાક દરમિયાન કેવડિયા કોલોની ખાતે અમિત શાહ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ કેવડિયાથી 11:00 આણંદ જવા નીકળશે જેમાં અમૂલ ડેરીને 75 વર્ષ પૂર્ણ થવાથી ત્યાં પણ એક ખાસ કાર્યક્રમ અમિત શાહ હાજરી આપશે.
મગફળીની ખરીદી અંગે ચર્ચા