ગુજરાત

gujarat

ETV Bharat / city

Feroz Irani on Music Board: મને સંગીતકલા બોર્ડનો ચેરમેન બનાવાશે તો હું બોલિવુડને ગુજરાતમાં લાવીશ - Feroz Irani on Bollywood

ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું (Gujarati film star Feroz Irani) નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે. કારણ કે, બોર્ડ નિગમ સંગીતકલામાં (Feroz Irani on Music Board) ચેરમેન પદ તેમને સોંપવામાં (Feroz Irani Chairman of Board Corporation Music) આવી શકે છે.

Feroz Irani on Music Board: મને સંગીતકલા બોર્ડનો ચેરમેન બનાવાશે તો હું બોલિવુડને ગુજરાતમાં લાવીશ
Feroz Irani on Music Board: મને સંગીતકલા બોર્ડનો ચેરમેન બનાવાશે તો હું બોલિવુડને ગુજરાતમાં લાવીશ

By

Published : Feb 19, 2022, 2:49 PM IST

ગાંધીનગરઃ ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ નિગમના અધ્યક્ષોના તાજેતરમાં રાજીનામા (Resignation of Gujarat Board Corporation Chairmen) લેવામાં આવ્યા છે. કેટલાક નિષ્ક્રિય બોર્ડ નિગમ રદ પણ કરવામાં આવી શકે છે. ચૂંટણી પહેલા નારાજ લોકોને આ બોર્ડ નિગમમાં (Feroz Irani on Music Board) સમાવશે. જોકે, અમુક પ્રકારના બોર્ડ નિગમમાં તે વિષયના અનુભવી લોકોને અધ્યક્ષ પદ મળી શકે છે. આથી તે ક્ષેત્રનો સારો વિકાસ થાય. આવું જ એક બોર્ડ નિગમ (Feroz Irani Chairman of Board Corporation Music) સંગીતકલા છે, જેના ચેરમેન પદ માટે ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર ફિરોઝ ઈરાનીનું (Gujarati film star Feroz Irani ) નામ ચર્ચામાં છે.

ફિરોઝ ઈરાની ભાજપના કાર્યકર્તા છે

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022: રાજીનામા બાદ બોલ્યા ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન - પક્ષનો આદેશ સિરોમાન્ય, નવી જવાબદારી લેવા તૈયાર

ફિરોઝ ઈરાની ભાજપના કાર્યકર્તા છે

ફિરોઝ ઈરાનીએ ભાજપનાં મોવડી મંડળ સાથે અગાઉ મુલાકાત (Feroz Irani BJP activist ) કરી હતી. આ અંગે ફિરોઝ ઈરાનીએ જણાવ્યું હતું કે, મારુ નામ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ ભાજપ જવાબદારી આપશે તો સ્વીકારીશ. ત્રણ લોકોના નામ સાથે મારું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. હું 2003થી ભાજપ સાથે જોડાયેલો છુ. ભાજપની 2022ની ચૂંટણી માટે પણ હું પ્રચાર કરવા તૈયાર છું. આગળ પણ મેં ભાજપ માટે પ્રચાર કર્યો છે.

આ પણ વાંચો-Draft Budget 2022-23 : અમદાવાદમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજીવાળી અનુપમ સ્કૂલો તૈયાર કરાશે

હું બોર્ડ નિગમમાં અધ્યક્ષ બનું તો આ કાર્ય કરીશ

ફિલ્મ કલાકાર ફિરોઝ ઈરાનીએ જણાવ્યું હતું કે, જો સંગીતકલા એકેડેમીના ચેરમેન બનાવે તો હું બોલિવુડને (Feroz Irani on Bollywood) ગુજરાતમાં લાવીને ગુજરાતી સિનેમાની નવી ઉંચાઈ અપાવીશ.

ABOUT THE AUTHOR

...view details