- 6.35 લાખ પુરુષ અને 2.33 લાખ મહિલા ઉમેદવારોનાં ફોર્મ ભરાયા
- છેલ્લી ત્રણ ભરતીમાં સૌથી વધુ ફોર્મ આ વર્ષે ભરાયા
- LRDમાં અરજી કરવાનો માટેનો આજે છેલ્લો દિવસ
- 12 નવેમ્બર સુધીમાં ફી સ્વીકારવામાં આવશે
ગાંધીનગર : LRD ની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયા આજે મધ્યરાત્રીથી પૂર્ણ થશે(process of filling up the LRD online form will be completed by midnight today). તેમજ છેલ્લા 6 દિવસમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. LRD ની આ વખતે 10,459 જગ્યા માટે ભરતી જાહેર કરાઇ(10,459 seats of LRD) હતી જેમાં 6.35 લાખ પુરુષ અને 2.33 લાખ મહિલા ઉમેદવારોની અરજીઓ આવી છે. જેમાં બિન હથિયારી કોન્સ્ટેબલની 5,212 જગ્યાઓ, હથિયારી કોન્સ્ટેબલની 797 અને SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
12 નવેમ્બર સુધીમાં ફી સ્વીકારવામાં આવશે
ADPG હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ભરતી માટે ફોર્મ ભરાયા બાદ ફી ભરવાની અંતિમ તારીખ 12 નવેમ્બર છે. ઉમેદવારોના 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ થશે. 98,000 લોકોએ ઓનલાઇન ફી ભરી છે તેમજ હજુ પણ ફી ભરવાની બાકી હોય તેઓ 12 તારીખ સુધી ફી ભરી શકશે. તેમજ ફોર્મ કન્ફર્મ થયા બાદ તારીખ 1 થી 10 ડિસેમ્બર દરમિયાન શારીરિક કસોટી શરૂ થશે. 2 મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે. એટલે કે 10 ફેબ્રુઆરીની આસપાસ આ પ્રક્રિયા પૂર્ણ થશે. માર્ચ 2022ના પહેલા અઠવાડિયામાં લેખિત પરીક્ષા લેવાશે. જો કે આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે, પરંતુ આ ટાઈમ પીરીયડ પ્રમાણે ઉમેદવારોએ ચાલવાનું રહેશે. જનરલ કેટેગરીનાં ઉમેદવાર સિવાય ફી તમામને ફી ભરવા માંથી રાહત આપવામાં આવી હતી.