ગુજરાત

gujarat

ETV Bharat / city

Farmers Rally in Gandhinagar : વીજળી બાબતે ખેડૂતો રોડ પર ઉતર્યા, પોલીસે રેલીને અટકાવી - ગાંધીનગર પોલીસ

ગાંધીનગર જિલ્લાની આસપાસના ખેડૂતો વીજળી મુદ્દે ભેગા થઇને પેથાપુર ખાતે (Farmers Rally in Gandhinagar) ધરણાં કરવા ટ્રેક્ટર લઈને નીકળી (Farmers Protest)પડ્યા છે .પરંતુ પોલીસે અધવચ્ચે જ તેમની અટકાયત કરી છે

Farmers Rally in Gandhinagar : વીજળી બાબતે ખેડૂતો રોડ પર ઉતર્યા, પોલીસે રેલીને અટકાવી
Farmers Rally in Gandhinagar : વીજળી બાબતે ખેડૂતો રોડ પર ઉતર્યા, પોલીસે રેલીને અટકાવી

By

Published : Mar 25, 2022, 12:33 PM IST

Updated : Mar 25, 2022, 12:55 PM IST

ગાંધીનગર : વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ હજુ સુધી ખેડૂતોને આઠ કલાક વીજળી પ્રાપ્ત થઇ નથી. ત્યારે ગુજરાત વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ (Farmers Rally in Gandhinagar) કર્યો હતો. ત્યારે હવે ગાંધીનગર જિલ્લાની આસપાસના ખેડૂતો ભેગા થઇનેે પેથાપુર ખાતે આવેલી જીઈબી ઓફિસ સાથે ધરણાં કરવા ટ્રેક્ટર લઈને નીકળી (Farmers Protest)પડ્યા છે. પરંતુ પોલીસે અધવચ્ચે જ તેમની અટકાયત કરી છે.

આ પણ વાંચોઃ અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

વીજળી માંગ સાથે ખેડૂતો રસ્તા પર - મળતી વિગત પ્રમાણે ગુજરાત રાજ્યના ખેડૂતોને આઠ કલાકની વીજળી પ્રાપ્ત થઈ નથી. ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર સામે વીજળીના પ્રશ્ને વિરોધ (Farmers Rally in Gandhinagar) કરવા અત્યારે ખેતર મૂકીને રસ્તા પર ઉતર્યા છે. તમામ ખેડૂતો ટ્રેક્ટર લઈને ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડની ઓફિસ ખાતે ભેગા થઈને વિરોધ (Farmers Protest) કરવાનું આયોજન કર્યું હતું પરંતુ પોલીસ તેમને અડધે રસ્તે જ અટકાવી રહી છે.

આ પણ વાંચોઃ Electricity Crisis in South Gujarat: દક્ષિણ ગુજરાતમાં ભરઉનાળે 2 કલાકનો વીજળી કાપ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન -જે રીતે ખેડૂતોને વીજળીનો પૂરતો પૂરવઠો મળી રહેલો નથી અને ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ અને કોંગ્રેસને સહકાર આપતા ખેડૂત સંગઠન દ્વારા તમામ જિલ્લાઓમાં વિરોધ કરવાનું આયોજન (Farmers Protest)પણ કરવામાં આવ્યું છે. વિધાનસભાની અંદર પણ વીજળીનો પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે ગાંધીનગરના પેથાપુર અને દહેગામ ખાતે ખેડૂતો સરકારનો વિરોધ (Farmers Rally in Gandhinagar) કરવા માટે ભેગા થાય તે પહેલા જ પોલીસે તમામને અટકાવી દીધા હતાં.

Last Updated : Mar 25, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details