ગાંધીનગર : કેબિનેટની બેઠક બાદ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્યના કેબિનેટ ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના અનેક ઝોનમાં વરસાદનું પ્રમાણ સારું નોંધાયું છે. પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. જેના કારણે રાજ્ય સરકારે આજે કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ હવેથી 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ તેઓને આઠ કલાક વીજળી પ્રાપ્ત થતી હતી પરંતુ વરસાદ ન આવવાને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને હવેથી 10 કલાક વીજળી આપવામાં આવશે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે : સૌરભ પટેલ - Electricity
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે છેલ્લાં કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં અતિથી ભારે વરસાદ નોંધાયો છે. પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નહિવત વરસાદ નોંધાતા કેબિનેટ બેઠકમાં આજે બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેડૂતોને આઠ કલાકને બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે : સૌરભ પટેલ
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ખેંચાવાના કારણે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતોને કોઈ નુકસાન ન જાય અને તેઓ પદ્ધતિથી ખેતી કરી શકે તે માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે.