ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યના વધુ 2409 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે - Farmers will get electricity during the day

રાજ્યના ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસેથી દિવસે વીજળીની અનેક વખત માંગ કરવામાં આવી છે, ત્યારે ૨૪ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કિસાન યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં આગામી 3, 5, 7 અને 9 જાન્યુઆરીના રોજ વધુ 2409 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવવામાં આવશે. આમ રાજ્યમાં આ યોજનાથી કુલ આશરે 1.90 લાખ ખેડૂતોને લાભ મળશે.

રાજ્યના વધુ 2409 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે
રાજ્યના વધુ 2409 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે

By

Published : Dec 30, 2020, 7:09 PM IST

Updated : Dec 30, 2020, 8:38 PM IST

  • રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય
  • રાજ્યના વધુ 2409 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે
  • 3,4,7 અને 9 જાન્યુઆરીના રોજ 4 જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો થશે પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં વધુ 2409 ગામોમાં ખેડૂતોને દિવસે વિજળી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીર સોમનાથ અને દાહોદ ખાતે કિસાન સૂર્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે બીજા તબક્કામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી કિસાન યોજના હેઠળ બીજો તબક્કો શરૂ કરશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી 3 જાન્યુઆરીના રોજ સોમનાથ જિલ્લાના ઉના ખાતે, 5 જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે, 7 જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લામાં અને 9 જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઉપસ્થિત રહીને બીજા તબક્કાની યોજનાનો શુભારંભ કરાવશે.

બીજા તબક્કામાં 1.90 લાખ ખેડૂતોને દિવસે વિજળી આપવામાં આવશે

રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ બીજા તબક્કામાં રાજ્યના 30 જિલ્લાના 150 તાલુકાના 2409 ગામડાના અંદાજે 1.90 લાખ ખેડૂતોને આવરી લઇ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લાઓ, પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના 12 જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 6 જિલ્લાઓ અને મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. જેમાં 883 થકી ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ સવારે 5 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી વીજળી આપવામાં આવશે.

બજેટમાં 3500 કરોડની છે જોગવાઈ

વર્ષ 2020ના નાણાકીય વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂપિયા 3500 કરોડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે આગામી સમયમાં 11 નવા 220 કે.વી. સબ સ્ટેશન પણ બનાવવામાં આવશે.

રાજ્યના વધુ 2409 ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે
Last Updated : Dec 30, 2020, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details