ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડા બાબતે સર્વે પૂરો થવાને આરે, તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ફરી ઉભી કરાઇ: મુખ્યપ્રધાન રૂપાણી - અરબી સમુદ્ર

17 અને 18મી મેના રોજ તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આજે મળેલી બુધવારની કેબિનેટ બેઠકમાં તૌકતે વાવાઝોડા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

તૌકતે વાવાઝોડા બાબતે સર્વે પૂરો થવાને આરે, તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ફરી ઉભી કરાઇ: મુખ્યપ્રધાન રૂપાણી
તૌકતે વાવાઝોડા બાબતે સર્વે પૂરો થવાને આરે, તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ફરી ઉભી કરાઇ: મુખ્યપ્રધાન રૂપાણી

By

Published : May 26, 2021, 9:37 PM IST

  • રાજ્યની કેબિનેટમાં તૌકતે સાયક્લોન બાબતે થઈ ચર્ચા
  • હજુ 545 ગામમાં વીજળીનું કામ યુદ્ધના ધોરણે કાર્યરત
  • તમામ ગામમાં રસ્તાઓ, વીજળી શરૂ કરવામાં આવી
  • કલકત્તાથી સ્પેશિયલ વીજળી માટેની ટીમ બોલાવી
  • રાજ્ય સરકારે તમામ સહાય અર્થે ચૂકવણી કરવામાં આવી

ગાંધીનગર: 17 અને 18મી મેના રોજ તૌકતે (TAUKTAE CYCLONE) વાવાઝોડાએ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યા હતા. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે આજ બુધવારની કેબિનેટ બેઠકમાં તૌકતે વાવાઝોડા બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી બાગાયતી પાકો, ઉર્જા વીજળી ક્ષેત્રે થયેલી નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. જે લોકોને નુકસાન થયું છે તેવા બે લાખ લોકોને 10 કરોડની કેશડોલ પણ ચુકવવામાં આવી છે.

તૌકતે વાવાઝોડા બાબતે સર્વે પૂરો થવાને આરે, તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ ફરી ઉભી કરાઇ: મુખ્યપ્રધાન રૂપાણી

આ પણ વાંચોઃ ગાંધીનગર જિલ્લામાં વાવાઝોડાને કારણે 89 ઘરોને નુકસાન થતા અપાઈ 23 લાખની સહાય

નારીયેરી, આંબા અને લીંબુ જેવા પાકમાં 16.42 લાખ વૃક્ષોને નુકસાન

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં નારીયેળી, આંબા અને લીંબુ જેવા બાગાયતી પાકોને અંદાજે 16.42 લાખ વ્રુક્ષોને નુકસાન થયું છે. જ્યારે આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત કૃષિ વૈજ્ઞાનિકોએ ફિલ્ડમાં જઈને બાગાયતી વૃક્ષોના પુનઃસ્થાપન માટેનું માર્ગદર્શન પણ ખેડૂતોને આપવા માટેની સૂચનાઓ ઉપરાંત રાજ્યમાં નુકસાનીનો સર્વે કરવા માટે અધિકારીઓને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને નુકસાનીનો સર્વે લગભગ પૂર્ણતાને આરે છે,

વીજક્ષેત્રે થોડી કામગીરી બાકી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડામાં વીજક્ષેત્રે અને વ્યાપક અસર પહોંચી છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબ સ્ટેશન અને થયેલા નુકસાનને પરિણામે રાજ્યના 10,447 ગામોમાં વીજ પૂરવઠાને અસર પડી હતી. આ ગામમાંથી લગભગ બધા ગામોમાં વીજપૂરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે માત્ર 450 ગામોમાં વીજપૂરવઠો શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરાઇ છે.

જાફરાબાદમાં જ વીજપૂરવઠો શરૂ થવાનો બાકી

આ ઉપરાંત કલકત્તાથી પણ સ્પેશિયલ વીજની ટીમ બોલાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ તૌકતે વાવાઝોડાને પરિણામે વીજ કંપનીઓના 220kv સબસ્ટેશનને થયેલી નુકસાની મરામત માટે કલકત્તાથી હવાઈમાર્ગે વિશેષ વિમાન બોલાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે અમરેલીમાં હવે માત્ર જાફરાબાદમાં જ વીજપૂરવઠો શરૂ થવાનો બાકી હોવાનું નિવેદન પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM RUPANI) આપ્યું હતું.

આ પણ વાંચોઃ Tauktae effect: ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

10 કરોડ રૂપિયાની સહાય ચૂકવાય

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકોને કેશડોલ, ઘરવખરીની સહાય રાજ્ય સરકારે ચૂકવવાની શરૂ કરી છે. જેમાં સવા બે લાખ લોકોને 10 કરોડ રૂપિયાની કેશડોલ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત 15 હજાર જેટલા પરિવારોને પરિવાર દીઠ 60 હજારની સહાય પણ આપવામાં આવી છે. જ્યારે આ કામગીરી આગામી રવિવાર સુધી પૂર્ણ થશે. આ ઉપરાંત વાવાઝોડામાં મકાનો સંપૂર્ણ નાશ થતો નુકસાન કે ૩૩ ટકાથી વધુ નુકસાન માટે અને ઝૂંપડાને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલા સહાય અનુક્રમે 95,100 રૂપિયા, 25,000 અને 10,000 રૂપિયાની રકમ ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details