ગાંધીનગર : સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્ર સરકારના જાહેર સાહસો દ્વારા દેશના વિકાસમાં થયેલા યોગદાન બાબતે આજે મહાત્મા મંદિર ખાતે પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના જાહેર સાહસો વિશે પ્રદર્શનનું (Exhibition on Central Government Public Enterprises) કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ (FM Nirmala Sitaraman) અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel ) કેન્દ્ર સરકારના જાહેર સાહસોને ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં (Gift City of Gandhinagar )આવીને બેક ઓફિસ તૈયાર થાય અને ગિફ્ટ સિટીના વધુ વિકાસ થાય તે બાબતનું આમંત્રણ પણ જાહેર મંચ પરથી આપ્યું હતું.
શું કહ્યું નિર્મલા સીતારમણે -આ અવસરે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav )અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયું છે. ત્યારે જે જાહેર સાહસો પ્રદર્શનમાં આવ્યા છે તેમની વિગતો સાથે ભવિષ્યના આયોજન પર માહિતી આપવામાં આવી છે. જ્યારે જાહેર સાહસો શરૂ થયા ત્યારે મોટા રોકાણ long-term પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈને શરૂ કરવામાં આવ્યા હતાં. જે તે વિભાગના વિકાસ માટે આયોજન થયું હતું. ભારતનું અર્થતંત્ર હવે ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યું છે અને વર્ષ 1991થી ભારત અને ભારત બહારથી પણ વધુ રોકાણ આવી રહ્યું છે. ત્યારે આવી તક મળતા ગુજરાત સહિત અન્ય રાજ્યના લોકો પણ બિઝનેસ માટે આગળ આવ્યા છે. જ્યારે 2021-22 માં બજેટમાં ભારત માટે તમામ સેક્ટરને ખુલ્લા મુકાયાં હતાં. જ્યારે જાહેર સાહસોના સેક્ટરનો વધુ વિકાસ થાય તે બાબતે પર ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર સાહસોમાં ખાનગી રોકાણ પોલીસી (Private investment policy in public enterprises) પણ બની છે જેથી સ્પર્ધામાં પણ વધારો થશે.
આ પણ વાંચોઃ CBSE ટોપરને LICએ નોટિસ મોકલતા, નાણાપ્રધાને લીધા આવા પગલા...