- રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- કોવિડ 19માં શાળાની બસોને ટેક્સ ફ્રી કરાઈ
- નોન યુઝનું ઇન્સ્પેકશન કર્યા બાદ આપવામાં આવશે ટેક્સમાંથી મુક્તિ
ગાંધીનગરઃ કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જોકે, લોકડાઉન બાદ અનલોકમાં ધીમે ધીમે વેપાર-ધંધા ફરી શરૂ કરવામાં આવ્યા હતા. જોકે, શાળાઓ હજી ખોલવામાં આવી નથી, જેથી શાળામાં વાપરવામાં આવતી બસો હજુ બંધ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામ બસોનો ટેક્સ માફ કર્યો છે.
1 એપ્રિલ 2017 પહેલા રજિસ્ટ્રેશન થયેલી સ્કૂલ બસનો ટેક્ષ માફ
સીએમ વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર, રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ/સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી અને તા.1 એપ્રિલ-2017 પહેલાં રજિસ્ટ્રર્ડ થયેલી બસો માટે તા.1 એપ્રિલ-2020 થી તારિખ 31 ડિસેમ્બર-2020સુધીના સમય માટેનો મોટર વાહન વેરો-વ્હીકલ ટેક્ષ માફ કરવામાં આવ્યો છે.