- ગાંધીનગર જિલ્લામાં વેક્સિનેશન માટે તૈયારીઓ પૂર્ણ
- ગાંધીનગર શહેર અને જિલ્લામાં 1500 સાઇટ ઉભી કરાઈ
- 8000 કર્મચારીઓ કરશે વેક્સિનેશનની કામગીરી
- કેન્દ્ર સરકારની મંજૂરી બાદ શરૂ થશે વેક્સિનેશન
ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત સરકારને કોરોના વેક્સિન પ્રાપ્ત થઈ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લામાં અને શહેરમાં કુલ 1500 સ્થળો પર કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં 8,000 જેટલા કર્મચારીઓ વેક્સિનેશનની કામગીરીમાં ફરજ બજાવશે.
આરોગ્ય કર્મીઓ, શિક્ષકો અને જીઆઇડીસીના કર્મચારીઓ સ્ટેન્ડ બાય
ગાંધીનગર જિલ્લા તંત્ર તરફથી મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લા અને શહેરના આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો અને જીઆઇડીસીના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. કુલ આઠ હજાર જેટલા કર્મચારીઓને વેક્સિનેશનની કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં વેક્સિનેશન માટે 1500 કેન્દ્ર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.
કોર્પોરેશનમાં અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન સેન્ટર તૈયાર કરાયા
ગાંધીનગર શહેરમાં કોરોના વેક્સિનની કામગીરી અર્બન હેલ્થ સેન્ટર કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. આ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં પણ વેક્સિન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. મનપા વિસ્તારમાં વધારામાં 33 સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ વેક્સિન સેન્ટર બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગ્રામીણ વિસ્તારમાં 30 પીએચસી, 9 સીએચસી, 172 સબ સેન્ટર તૈયાર કરાયા