ગાંધીનગર : વધુ માહિતી પ્રમાણે આયોગ દ્વારા આયોજિત 30 જૂન 2020 સુધીની પ્રાથમિક કસોટીઓ મોકૂફ કરવામાં આવી છે. નોવેલ કોરોના વાઇરસ ( CovID - 19 ) ના અનુસંધાને ઉભી થયેલ પરિસ્થિતિ ધ્યાને લઇ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 31 મે સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ હતી. હવે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આયોગ દ્વારા 1 જૂન થી 30 જુન 2020 સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
જીપીએસસી દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ 30 જૂન સુધી મોકૂફ - Covid19
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યોજવામાં આવતી તમામ પરીક્ષાઓ કોવિડ 19 મહામારીને કારણે 30 જૂન સુધી યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષામાં સંક્રમણ વધે નહીં તે માટે જીપીએસી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જીપીએસસી દ્વારા યોજવામાં આવતી પરીક્ષાઓ 30 જૂન સુધી મોકૂફ
આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલ પ્રાથમિક કસોટીઓ / મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિર્ધારિત કરી સુધારેલ પરીક્ષા કાર્યક્રમ 20 જૂન 2020 ના રોજ આયોગની વેબસાઈટમાં મુકવામાં આવશે. જ્યારે માર્ચ, એપ્રિલ, મે અને જૂન 2020 માં આયોજિત જે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે, તેની નવી તારીખ નિર્ધારીત કરવામાં જે તે મહિના મુજબ અગ્રતા આપવામાં આવશે , એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવશે.