- આ વર્ષે 100 ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષાઓ યોજાશે
- ગત વર્ષે કોરોનાને કારણે 30 ટકા અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો હતો
- પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવશે
ગાંધીનગર: રાજ્ય સરકાર (state government) દ્વારા કોરોના (coronavirus)ને ધ્યાનમાં લઈને વર્ષ 2020-21માં લોકડાઉન (lockdown) અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમ (curriculum)માં 30 ટકાનો કાપ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે આ વર્ષે આ નિર્ણય પર ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ (department of education) દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 (academic year 2021-22)માં 100 ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે
દિવાળી બાદ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, જેમાં ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (board exams) પણ માર્ચ મહિનામાં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારે પરિપત્ર કરીને જાહેરાત કરી છે : ડી.એસ.પટેલ
ઉલ્લેખનીય છે કે, 22 નવેમ્બરથી રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની ઓનલાઈન શરૂઆત કરવામાં આવી છે. આ માટે પરીક્ષા ફીની પણ જાહેરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરી દેવામાં આવી છે. રાજ્ય શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ બાબતે સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર કરીને જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે ગત વર્ષે 30 ટકા જેટલો અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારી દરમિયાન પ્રથમ વખત પૂર્ણ અભ્યાક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે.