ગાંધીનગર : ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ હેડ કલાર્કની પરીક્ષા યોજાઇ હતી પરંતુ નવ અને 10 તારીખના રોજ પ્રિન્ટીંગ પ્રેસ પરથી નજર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પરીક્ષાનું પેપર લીક (GSSSB Paper Leak 2021 )થયું હતું અને બાદમાં સરકારે તપાસ કરતા પરીક્ષા (GSSSB Head Clerk Exam Cancelled 2021) રદ કરી હતી. ત્યારબાદ બીજી વખત પરીક્ષાનું આયોજન થયું પરંતુ વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 24 એપ્રિલના રોજ ફરીથી પરીક્ષાનું આયોજન (Examination of Head Clerk 2022) કરવામાં આવ્યું છે, સવારે 11 કલાકે પરીક્ષા ((GSSSB Head Clerk Reexam April 2022))યોજાશે, જેમાં 11.15 મિનિટ સુધી ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે ભૂતકાળનું પૂનરાવર્તન 24 એપ્રિલના દિવસે ન થાય તે બાબતે GSSSB ના ચેરમેન એ.કે. રાકેશ ((GSSSB Chairman A K Rakesh )) સાથે ખાસ વાતચીત આ વિશેષ અહેવાલમાં.
3200 કેન્દ્રો, 6500 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત - 24 એપ્રિલના રોજ યોજાનારી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા (Examination of Head Clerk 2022)રાજ્યમાં કુલ 3200 કેન્દ્ર ઉપર યોજાશે. આ તમામ કેન્દ્રો સંપૂર્ણ રીતે સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે અને જે કેન્દ્ર ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા નથી ત્યાં પણ ટેમ્પરરી સીસીટીવી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે પોલીસ સુરક્ષાની વાત કરવામાં આવે તો 3200 કેન્દ્રોમાં આમ એક કેન્દ્ર પૈકી બે જેટલા પોલીસ કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવશે. આમ કુલ 3200 કેન્દ્રમાં 3200 થી વધુ પોલીસ કર્મચારીઓ પરીક્ષા દરમિયાન હાજર રહેશે.
આ પણ વાંચોઃ GSSSB Head Clerk Exam Cancelled 2021 : 70 પરીક્ષાર્થીઓ જેલ જશે, 30 લાખ જપ્ત, માર્ચમાં ફરી પરીક્ષા
ટેકનોલોજીનો ઉપયોગ- ભૂતકાળમાં જે રીતે પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક થયું હતું અને ઉમેદવારો પેપર સોલ કરીને પરીક્ષા આપવા બેઠા હતાં. ત્યારે આવી જ ઘટનાઓનું ફરીથી પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં લઈને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે પૈકી પ્રશ્નપત્ર ગ્રુપમાંથી નીકળીને વર્ગખંડ સુધી પહોંચે ત્યાં સુધીનું સતત ટ્રેકિંગ રાખવામાં આવશે. જ્યારે પહેલા તમામ જિલ્લાઓમાં પ્રશ્નપત્ર માટે સ્ટ્રોંગ રુમ રાખવામાં આવ્યો હતો. પરંતુ ભૂતકાળની ઘટના થી બોધ લઈને ગૌણ સેવા મંડળ દ્વારા હવે સમગ્ર રાજ્યનું એક જનરલ સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાંથી પેપર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે.