ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૌણ સેવા પસંદગી મંડળે લીધો મહત્વનો નિર્ણય, આ પરીક્ષાઓ રાખવામાં આવી મોકૂફ - હેડ કલાર્કની પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) દ્વારા બિનસચિવાલય સેવાનાં કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની (Examination of Clerk and Office Assistant canceled) પરીક્ષા રદ કરવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૌણ સેવા મંડળની કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ
ગૌણ સેવા મંડળની કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા મોકૂફ

By

Published : Feb 10, 2022, 7:09 AM IST

Updated : Feb 10, 2022, 12:47 PM IST

ગાંધીનગર:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Secondary Service Selection Board) ચાસ વારે કોઈની કોઈ બાબતમાં ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે 13 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વર્ગ 3ની કારકુન અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટની (Examination of Clerk and Office Assistant canceled) પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

પરીક્ષાના 3 દિવસ પહેલા જ જાહેરાત

વર્ષ 2018-19માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય સેવાનાં કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીની પરીક્ષાની જાહેરાત કરી હતી. જેમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા માટે તૈયારી દર્શાવી છે અને ફોર્મ ભર્યા છે, ત્યારે 13 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પરીક્ષાને 3 દિવસ પહેલાં જ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં જ મંડળ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ટૂંક સમયમાં જ નવી તારીખો પણ જાહેર કરવા નહીં જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો:Head Clerk Paper schedule : હેડ કલાર્ક વર્ગ 3 ની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ રાજીનામું આપ્યું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ 7 ફેબ્રુઆરીએ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને રાજીનામું સુપરત કર્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્ક પેપર ફૂટ્યાની સાથે જ વોરા રાજીનામું આપો તેવી સોશિયલ મીડિયામાં માંગ ઉઠી હતી. જ્યારે યુવા વિધાર્થીઓ દ્વારા પણ આસિત વોરા રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી, ત્યારે 7 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે અસિત વોરાએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.

આ પણ વાંચો:Fear Of Covid19 infection : સચિવાલયમાં 50 ટકા કર્મચારીઓ કાર્યરત રાખવાની માગણી ઉઠી

હેડ કલાર્ક પરીક્ષા 20 માર્ચે યોજાશે

20 માર્ચ 2022ના રોજ હેડ કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા બપોરે 12 થી 2 કલાક સુધી યોજાશે. જ્યારે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના દસ દિવસ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે. પરીક્ષાને ધ્યાનમાં લઇને સિનિયર IAS, IPS દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ પ્રશ્નપત્ર જાહેર પરીક્ષાનું લીક ના થાય તે બાબતે ખાસ ચર્ચા કરીને આયોજન કરવામાં આવ્યું છે.

Last Updated : Feb 10, 2022, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details