ગાંધીનગરઃ કોરોના વાઇરસના કારણે રાજ્યની તમામ શાળાની પરીક્ષા રદ કરી બાળકોને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ કોલેજની પરીક્ષાઓ રદ કરાઇ ન હતી, ત્યારે હવે રાજ્ય સરકારે ખાનગી તેમજ સરકારી યુનિવર્સિટીઓમાં આગામી દિવસોમાં પરીક્ષાઓ લેવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં આગામી દિવસોમાં પરીક્ષા લેવાશેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા
કોરોના વાઇરસની મહામારીને કારણે રાજ્યની તમામ શાળાની પરીક્ષા રદ કરી બાળકોને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ કોલેજની પરીક્ષાઓ રદ કરાઇ ન હતી, ત્યારે હવે રાજ્ય સરકારે ખાનગી તેમજ સરકારી યુનિવર્સિટીઓમાં આગામી દિવસોમાં પરીક્ષાઓ લેવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
રાજ્યની ખાનગી અને સરકારી યુનિવર્સિટીમાં પરીક્ષા લેવા સંદર્ભે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મંગળવારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે. પરંતુ UGC દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાંત સભ્યોની સમિતિના સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને તે મુજબ પરીક્ષાઓ લેવામાં આવશે.
કોરાનાના સંદર્ભમાં રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓએ લોકજાગૃતિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવા સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા કરવા જિલ્લામાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મહત્વની સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અંગે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નક્કી કરવા જે ટાસ્કફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આપણે આગળ વધવાનું રહેશે. તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ કઈ રીતે લેવી તેના સુચનો સત્વરે મોકલી આપવા માટે પણ શિક્ષણપ્રધાન ચુડાસમાએ કુલપતિઓને સૂચના આપી હતી.