- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા મામલો
- હિંમતનગર, ભાવનગરમાં પેપર થયું હતું લીક
- રાજ્ય ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
- પોલીસે 7 જેટલા લોકોની કરી અટકાયત
ગાંધીનગર : 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની જાહેર પરીક્ષાનું (head clerk paper leak)આયોજન કરાયુંં હતું. જેમાં બપોરે પેપર શરૂ થાય તે પહેલાં જ સવારે 10 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ (Exam Paper Leak In Gujarat) થયું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સોમવારે પેપર લીકથયું હોવાના આક્ષેપ સાથે જ અનેક પુરાવા પણ આપ્યા હતાં. ત્યારે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત ગૌણ પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1 વાગ્યે મહત્વના ખુલાસા કરવામાં આવશે.
આપ પાર્ટીનું વિરોધ પ્રદર્શન
સોમવારે ગુજરાત ગૌણ પસંદગી મંડળને કરેલી ફરિયાદ બાદ પણ હજી સુધી કોઈ નક્કર નિર્ણય ન આવતા આજે વહેલી સવારે જ કર્મયોગી ભવન ખાતે આમ આદમી પાર્ટીને યુવા પાંખ વિરોધ (head clerk paper leak)કરવા પહોંચી હતી. જેમાં પોલીસ સાથે પણ સામાન્ય ઘર્ષણ થયું હતું અને આવેદનપત્ર આપવાની માંગ કરી હતી. એ જ સમય દરમિયાન રાજ્યકક્ષાના ગૃહપ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે પેપર લીક (Exam Paper Leak In Gujarat) બાબતની એક બેઠકનું આયોજન કર્યું હતું. તેમાં તમામ અધિકારીઓ જેમાં ગાંધીનગર એસપી હિંમતનગર ગાંધીનગર રેન્જ આઇજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
7 લોકોની કરાઈ અટકાયત