ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં(important decision by state government) આવી છે. ચૂંટણી નજીક આવતા અલગ અલગ વિભાગો દ્વારા સરકારી ભરતીઓ બહાર પાડવામાં આવી રહી છે. ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં રોજગારીનો મુદ્દો વિપક્ષ ઉઠાવી ન શકે જેને ધ્યાને રાખીને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ભરતીની જાહેરાત કરી(Informed the Minister of Education) છે. જિલ્લા કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી ત્રણ કેટેગરીમાં કુલ 1,500 જેટલી જગ્યાઓ માટે સ્પેશિયલ એજ્યુકેટર ની ભરતીની જાહેરાત કરવામાં આવી(Recruitment in the education department) છે.
આ પણ વાંચો - Exam Fever 2022 : રાજ્યમાં નોટરીની ભરતી, 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરાશે શરૂ
આ તારીખથી ભરાશે ફોર્મ - શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કરેલી જાહેરાત પ્રમાણે સર્વ શિક્ષા સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ અંતર્ગત જિલ્લાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી ત્રણ કેટેગરીમાં કુલ 1,500 જેટલી જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે. એજ્યુકેટરની ભરતીની પ્રક્રિયાની વાત કરવામાં આવે તો, 26 મે થી 8 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આ તમામ સ્પેશિયલ એજ્યુકેટરને 11 માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ પર રોજગારી આપવામાં આવશે. જ્યારે આ ત્રણેય કેટેગરીમાં માસિક મહેનતાણુ 15,000 રૂપિયા રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Exam Fever 2022 : ITIમાં ઓનલાઇન એડમિશન મેળવવાની પ્રક્રિયા વિશે જાણો...
- સ્પેશિયલ એજ્યુકેટર cerebral palsy(CP) 43
- સ્પેશિયલ એજ્યુકેટર multiple Disability (MD) 530
- સ્પેશિયલ એજ્યુકેટર intellectual disability (ID) 927
વય મર્યાદા - રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 1,500 શિક્ષકોની 11 માસના કરાર બાબતની જાહેરાત કરવામાં આવી છે. વય મર્યાદાની વાત કરવામાં આવે તો, ઉમેદવારોની વયમર્યાદા 32 રાખવામાં આવી છે, આમ 32 વર્ષથી વધુની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકશે નહીં.