ગુજરાત

gujarat

ETV Bharat / city

કોબા ગામમાં પ્રવેશ કરતાં દરેકે સેનિટાઈઝર મશીનમાંથી થવું પડશે પસાર - કોરોના

ગામડાઓમાં પણ કોરોનાનો પગપેસારો ફેલાય નહીં, તે માટે તકેદારીના પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા આવશ્યક પગલાં ગામડાઓમાં સરપંચ તેમજ તલાટીઓને જાણ કરીને લેવડાવવામાં આવી રહ્યાં છે.

કોબા ગામમાં પ્રવેશ કરતાં દરેકે સેનિટાઈઝર મશીનમાંથી થવું પડશે પસાર
કોબા ગામમાં પ્રવેશ કરતાં દરેકે સેનિટાઈઝર મશીનમાંથી થવું પડશે પસાર

By

Published : Apr 15, 2020, 10:08 PM IST

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર વિશ્વમાં અંદાજિત 1,25,000 લોકો મૃત્યુ પામ્યા છે. અને વિશ્વની સાથે સાથે ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. મોટા શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોનાનો પગ પેસારો ફેલાય નહિ, તે માટે તકેદારીના પગલાંના ભાગરૂપે તંત્ર દ્વારા આવશ્યક સૂચનાઓ ગામડાઓમાં સરપંચ તેમજ તલાટીઓને જાણ કરીને લેવડાવવામાં આવી રહ્યા છે.

કોબા ગામમાં પ્રવેશ કરતાં દરેકે સેનિટાઈઝર મશીનમાંથી થવું પડશે પસાર
અત્યારે ગાંધીનગર પાસે આવેલા કોબા ગામના સરપંચ યોગેશ નાઈ તેમજ તલાટી સચિન પટેલ તેમજ ગ્રામ પંચાયતના સહકારથી કોબા ગામ તરફથી સેનેટાઇઝર મશીન વિકસાવવામાં આવ્યું છે. કોબા ગામની બંને બાજુના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માત્ર એક જ રસ્તો અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ તે રસ્તા દ્વારા ગામમાં પ્રવેશ કરતા પહેલા દરેક વ્યક્તિએ સેનેટાઈઝર મશીનમાં થી પસાર થવું પડે છે. આ ઓટોમેટીક સેનેટરાઈઝર મશીન દ્વારા દવાનો છંટકાવ થયા બાદ જ ગામમાં પ્રવેશ મળી શકે છે. તદુપરાંત ગામમાં દરેક પ્રવેશ મેળવનાર વ્યક્તિઓનો નોંધણી કરવામાં આવે છે. અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નોંધ કરવામાં આવે છે. આ રીતે કોરોના વાઇરસને ગામમાં પ્રવેશ કરતા અટકાવવા માટે કોબા ગામ દ્વારા એક ઉત્તમ અને સુંદર પ્રયાસ કરવામાં આવેલ છે. આ રીતે કોરોના મહામારીને નાથવા માટે તથા તેનાથી બચવા માટે શક્ય તેટલી વધુમાં વધુ તકેદારી અને ઝીણવટ ભરી માહિતીઓથી ગામજનોને અવગત કરાવી અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દરેક સૂચનાઓ તથા ગાઇડ લાઇનનો સ્વૈચ્છિક અમલ કરાવી શકાય તે રીતે કોબા ગામની આ પહેલ ખૂબ જ બિરદાવવાલાયક છે.

ABOUT THE AUTHOR

...view details