ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરનાં ખાત્રજમાં થયેલ 5 મજૂરોનાં મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મળશે જાણવાં

6 નવેમ્બરનાં રોજ ખાત્રજનમાં દવા બનાવતી કંપનીનાં ETP Plante ની ટાંકીમાં સફાઈ માટે એક મજૂર ઉતર્યો હતો તે સમયસર પાછો ન આવતાં તેને જોવા માટે અન્ય એક મજૂર પણ ટાંકીમાં ગયો હતો. આમ એક પછી એક એમ ચાર મજૂરો આ ટાંકીમાં ગયાં હતા તે એકેય પરત ન આવતાં શોધખોળ કરાતાં પાંચેયના ટાંકીમાં મૃત્યુ થયાં હતાં. આ ધટનાને 30 કલાક જેટલો સમય થઇ ગયો છે છતાં પણ મજૂરોનાં મોતનું કારણ હજુ સુધી અકબંધ છે.

ગાંધીનગરનાં ખાત્રજમાં થયેલ 5 મજૂરોનાં મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મળશે જાણવાં
ગાંધીનગરનાં ખાત્રજમાં થયેલ 5 મજૂરોનાં મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મળશે જાણવાં

By

Published : Nov 7, 2021, 9:52 PM IST

  • પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે
  • બેદરકારી હશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે
  • મજૂરોનાં મોતનું કારણ હજુ સુધી અકબંધ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાનાં કલોલની ખાત્રજમાં આવેલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 5 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. દૂષિત પાણીનાં રિસાયક્લિંગ માટેની ETP Plant ની ટાંકી સફાઈ માટે ઉતરેલા એક મજૂરે ચીસ પાડતાં એક પછી એક મજૂર તેને બચાવવાં જતા આમ વિનય કુમાર, શશી રામપ્રકાશ ગુપ્તા, દેવેન્દ્ર કુમાર, અનીષકુમાર પપ્પુ, રાજન કુમારનાં મૃત્યું થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ફાયર બ્રિગેડનાં જવાનો અને કંપનીના માલિક ધટનાં સ્થળે દોડી આવ્યાં હતા. કયાં કારણથી મૃત્યુ થયું તેને લઈને સાંતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરનાં ખાત્રજમાં થયેલ 5 મજૂરોનાં મોતનું કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ મળશે જાણવાં

બેદરકારી હશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે

DySp એમ.કે. રાણાએ કહ્યું કે, આ કંપની શરદી ખાંસીની દવા બનાવે છે. કંપનીનું વેસ્ટ પાણી નીકળે છે તેનો એક હોજ બનાવવામાં આવ્યો છે. જે પાણી ઇલેક્ટ્રિક મોટરથી ખેંચવામાં આવે છે. પાણી બંધ થઈ જતા તેને જોવા માટે વિનય નીચે ઉતર્યો હતો. આ કંપની તુષાર રસ્તોગી અને શિવાંશું રસ્તોગીની કંપની છે. શોર્ટ સર્કિટથી કે પછી ઝેરી પ્રવાહીનાં કારણે ગૂંગળામણથી મોત થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. જેના માટે જુદી-જુદી ટીમોની મદદ લેવાઇ છે. ત્યારબાદ જેની બેદરકારી હશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવો કે નહીં તેને લઈને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે : પોલીસ

આ કેસની તપાસ કરતા સાંતેજનાં PSI એલ.એચ. મસાણીએ કહ્યું કે, "પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હજુ ચાલુ છે. માલિક વિરુદ્ધ કેસ દાખલ કરવો કે નહીં તેને લઈને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. જો કોઈ તથ્યો તેને લગતા લાગશે તો જરૂરથી ગુનો દાખલ થશે. પુરાવાઓ એકત્રિત કરવા માટે ટેકનિકલ ટીમની મદદ લેવામાં આવી છે અને આ ટીમોના ઓપિનિયન લીધા બાદ તેમાં કોઈ તથ્યો જણાશે તો ગુનો દાખલ કરીશું." જોકે ત્યાં રહેલા કેટલાક સ્થાનિકોનું માનવું છે કે એક પછી એક કેમ મજૂરનું મૃત્યુ થવાનું કારણ કરંટ લાગ્યો હોવાથી થયું છે તો પોલીસની પ્રાથમિક તપાસમાં ઝેરી કેમિકલ યુક્ત પાણીની અસર થવાથી તેનું મૃત્યુ થયું છે.

પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણવા મળશે

પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા બાદ જ કયા કારણોથી મૃત્યુ થયું છે તે વિશે સ્પષ્ટતા થઈ શકે છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પોલીસ દ્વારા કલોલમાં જ સવારે હાથ ધરવામાં આવી છે. હજુ સુધી દવા બનાવતી તુત્સન ફાર્માનાં ઓનર વિરુદ્ધ હજુ સુધી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. FSL દ્વારા નમુનાઓ લેવામાં આવશે. જો કે પાંચ લોકોનું મૃત્યુ થયું છે જેથી ક્યાં ખામી રહી ગઈ, કઇ બેદરકારી કંપનીની છે, તેને લગતા પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવશે. મજૂરો પાસે કોઈ પણ પ્રકારના સેફટી ઈકવીપમેન્ટ પહેરેલા નહોતા. આ એક મોટી બેદરકારી સામે આવી છે. સેફટીના સાધન વિના મજૂરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત

આ પણ વાંચો :બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details