કોવિડ-19 વચ્ચે રાજ્યમાં 15મી ઓગસ્ટની કેવી હશે ઉજવણી? જુઓ ETV BHARATનો વિશેષ એહવાલ - ગાંધીનગરમાં 15 ઓગસ્ટ
રાજ્યમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે 15મી ઓગસ્ટની ઉજવણી ગુજરાતમાં કઈ રીતની કરવામાં આવશે, આ સાથે જ રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરમાં કઈ રીતે, કેવી રીતે અને ક્યાં યોજાશે તે અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની વિગતવાર માહિતી જુઓ ETV BHARATના વિશેષ અહેવાલમાં...
કોવિડ-19 વચ્ચે રાજ્યમાં 15મી ઓગસ્ટની કેવી હશે ઉજવણી? જુઓ ETV BHARATનો વિશેષ એહવાલ
By
Published : Jul 30, 2020, 10:43 PM IST
ગાંધીનગર: 15મી ઓગસ્ટના રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 15મી ઓગસ્ટનો કાર્યક્રમ કેવી રીતે યોજવો, ક્યાં યોજવો અને કેવી તકેદારી રાખવી તે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
15મી ઓગસ્ટના રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાવાનો છે. આ દરમિયાન અમુક જગ્યા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ બાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે યોજવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ એક કલાકની અંદર જ પૂર્ણ કરી દેવામાં આવશે. આ એક કલાકમાં ધ્વજ વંદન, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રવચન પણ કરવામાં આવશે.
કોવિડ-19 વચ્ચે રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણી
ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના વોરિયર્સનું સન્માન કરશે, જ્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ૧૦૦થી વધુ લોકો હાજર રહે તેવી પણ શક્યતાઓ છે.
રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવશે, જ્યારે આ 15 ઓગસ્ટના કાર્યક્રમમાં કેટલા લોકો હાજર રહેશે, તે સામાન્ય વહીવટ વિભાગ નક્કી કરશે.
કયા પ્રધાનો ક્યાં રહેશે હાજર...
ક્રમ
પ્રધાન
સ્થળ
1
વિજય રૂપાણી
ગાંધીનગર
2
રાજેન્દ્ર ત્રિવેદી
ખેડા
3
નીતિન પટેલ
મહેસાણા
4
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
અમદાવાદ
5
કૌશિક પટેલ
આણંદ
6
સૌરભ પટેલ
બોટાદ
7
ગણપત વસાવા
સુરત
8
જયેશ રાદડિયા
રાજકોટ
9
દિલીપ ઠાકોર
પાટણ
10
ઈશ્વર પરમાર
તાપી
11
કુંવરજી બાવળીયા
સુરેન્દ્રનગર
12
જવાહર ચાવડા
જૂનાગઢ
13
પ્રદિપસિંહ જાડેજા
સાબરકાંઠા
14
બચૂખાબડ
દાહોદ
15
ઈશ્વરસિંહ પટેલ
ભરૂચ
16
જયદ્રથસિંહ પરમાર
પંચમહાલ
17
વાસણ આહિર
કચ્છ
18
વિભાવરી દવે
ભાવનગર
19
રમણલાલ પાટકર
વલસાડ
20
કિશોર કાનાણી
નવસારી
21
યોગેશ પટેલ
બરોડા
22
ધર્મેન્દ્રસિંહ જાડેજા
અમરેલી
આમ રાજ્યમાં 15મી ઓગસ્ટની ઉજવણી માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી છે. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં કોરોનાના સંક્રમણથી બચવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOP પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને માસ્ક અંગેની તકેદારી ફરજિયાત રાખવામાં આવશે.