ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટા ચૂંટણીમાં હું હારીશ એવી અફવા વિપક્ષે ઉડાવી હતી, ખેડૂતોના કામને વધુ પ્રાધાન્ય રહેશે: જે.વી. કાકડીયા - ગાંધીનગર

અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય જે.વી. કાકડિયા સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે, હું એકદમ નાનો કાર્યકર્તા છું.

પેટા ચૂંટણીમાં હું હારીશ એવી અફવા વિરોધપક્ષે ઉડાવી હતી, ખેડૂતોના કામ વધુ પ્રાધાન્ય રહેશે: જે.વી.કાકડીયા
પેટા ચૂંટણીમાં હું હારીશ એવી અફવા વિરોધપક્ષે ઉડાવી હતી, ખેડૂતોના કામ વધુ પ્રાધાન્ય રહેશે: જે.વી.કાકડીયા

By

Published : Nov 19, 2020, 11:08 PM IST

  • હારવાની અફવા વિપક્ષે ઉડાવી હતી
  • જનતા મારી સાથે હતી એટલે મારો વિજય થયો
  • ખેડૂતોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ કરીશ
  • જંગલ અને જમીનના મુદ્દાઓ મહત્વના રહેશે

ગાંધીનગર:અમરેલીના જિલ્લાના ધારી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પદમાંથી જેવી કાકડિયાએ રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ ભાજપ પક્ષ સાથે જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં તેઓએ ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી, ત્યા જ ક્યાંક ભાજપ ધારી વિધાનસભાની બેઠક હારી રહી હોવાની વાતો વચ્ચે જ્યારે 10 નવેમ્બરના રોજ પરિણામ આવ્યું તો ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયાની જીત થઈ હતી, જે બાબતે જેવી કાકડિયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે ધારી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર હારી રહ્યા હોવાની વાતો વિપક્ષ દ્વારા જ ઉડાવવામાં આવી હતી.

પેટા ચૂંટણીમાં હું હારીશ એવી અફવા વિરોધપક્ષે ઉડાવી હતી, ખેડૂતોના કામ વધુ પ્રાધાન્ય રહેશે: જે.વી.કાકડીયા

જનતા મારી સાથે હતી એટલે હું જીત્યો

વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર જે.વી કાકડિયાની આરતી થશે તેવી વાતો વહેતી થઈ હતી, જે બાબતે કાકડિયાએ જણાવ્યું કે, વિપક્ષ દ્વારા આવી અફવાઓ ઉડાવવામાં આવી હતી. પરંતુ જનતા મારી સાથે હતી અને જનતાએ મારા ઉપર ફરીથી વિશ્વાસ મૂક્યો અને મારી નજીક જ્યારે હવે આગામી સમયમાં ધારી વિધાનસભા તેમને વધુમાં વધુ વિકાસ થાય અને તમામ સમાજો અને તમામ લોકોની સમસ્યાનો ઉકેલ આવે તેને પ્રાથમિકતા આપવામાં આવશે.

ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવામાં આવશે

કાકડિયા વધુમાં જણાવ્યું કે, ધારી વિધાનસભામાં સૌથી વધુ ખેડૂતો છે, જ્યારે આસપાસ પણ ખેતરની જમીન છે. ત્યારે ખેડૂતોની તમામ સમસ્યાઓ દૂર કરવાની પ્રાથમિકતા સૌપ્રથમ રાખવામાં આવશે, ખેડૂતોને લગતી મુશ્કેલીઓ જેવી કે સિંચાઇ માટેનું પાણી ખેતીના સાધનો આ ઉપરાંત નેટ ફેન્સીંગ, પાણી સિંચાઈ અને તમામ સાધનોની સુવિધા ખેડૂતોને આપવામાં આવશે, તે અંગેની પણ પ્રથમ અગ્રતા રાખવામાં આવશે.

આંબરડી પાર્ક બનશે એટલે રોજગારી વધશે

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ધારીના આંબરડી ખાતે નેશનલ પાર્ક બનાવવાની યોજના અમલમાં મૂકી છે, ઉલ્લેખનીય છે કે અત્યારે પણ વર્તમાન સમયમાં લોકો આંબરડી પાર્કની મુલાકાત લેતા હોય છે. પરંતુ જ્યારે આ પાર્ક કે નેશનલ પાર્ક બનશે ત્યારે વધુમાં વધુ લોકો સિંહ દર્શન માટે ધારી ખાતે આવશે, ત્યારે આ આંબરડી પાર્ક બને એટલે આસપાસના લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે બાબતનું પણ આયોજન જેવી વાત કાકડિયાએ ETV BHARAT સમક્ષ રજૂ કરી હતી.

મારો વિસ્તારમાં કેમ વધુ વિકસે તે બાબતે જ વધુ ધ્યાન આપવામાં આવશે

ધારી વિધાનસભાના વિકાસ મુદ્દે કાકડિયાએ જણાવ્યું કે, મારા વિસ્તારમાં વધુને વધુ વિકાસ કઈ રીતે થાય અને લોકોને કઈ રીતે સારું જીવન પ્રાપ્ત થાય તે અંગે જ મારું પ્રાધાન્ય રહેશે, આ સાથે જ હું એકદમ નાનો કાર્યકર્તા હોવાનું નિવેદન જે.વી. કાકડીયાએ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details