- અનાથને પિતા મળી જાય અને વૃદ્ધોને બાળકો મળી રહે તેવું સપનું પિતાએ જોયું હતું
- ટ્રેનમાં આ જુગલ બેલડીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેથી ટ્રેનમાં જ પદ્મશ્રી એવોર્ડ લેવા ગયા
- રાષ્ટ્રપતિએ કહ્યું, આ બન્ને ભાઈઓ જ્યારે પણ મળતા ત્યારે ખૂબ હસાવતા હતા
ગાંધીનગર: બે દિવસ પહેલાં જ દેશભરના મહાનુભાવોને તેમના કામો બદલ પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની યુગલ બેલડી મનાતા એવા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. મરણોપરાંત પદ્મશ્રી સ્વીકારવા માટે હિતુ કનોડિયા (Exclusive Interview with Hitu Kanodiya) અને તેમનો પરિવાર દિલ્હી પહોંચ્યો હતો, જ્યાં તેમણે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
પ્રશ્ન: પદ્મશ્રી માટે જ્યારે નામ એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે એ સમયે તમે શું ફાઈલ કરી?
જવાબ: થોડા દિવસ અગાઉ જ્યારે પદ્મશ્રી માટે નામ એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે મોટા પપ્પા અને પિતા હયાત હોત તો ઘણા ખુશ હોત. તેમાં પણ જ્યારે મેડલ પહેર્યો હોત ત્યારે એ ખુશી ઘણી વધુ જ હોત. રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી (Padma Shri) મળ્યો ત્યારે મહેશ બાપાનો એવોર્ડ મે લીધો હતો, જ્યારે પપ્પાનો એવોર્ડ મમ્મીએ લીધો હતો. એવોર્ડ લેવા ગયા ત્યારે રાષ્ટ્રગીત વાગ્યું અને એક પ્રકારની ગર્વની અનુભૂતિ હું કરતો હતો. મારા રૂવાડા ઉભા થઇ ગયા હતા. મારા મોટા પપ્પા અને મારા પિતા માટે આજે આ ગીત વાગી રહ્યું છે એ પ્રકારની અનુભૂતિ મને થતી હતી. હું આ પદ્મશ્રી એવોર્ડ લેવા ગયો ત્યારે રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે હું ગદગદિત થઈ ગયો હતો. રાષ્ટ્રપતિએ મારી સાથે વાત કરી હતી. તેમને કહેલું આ બન્ને ભાઈઓ અમને ખુબ હસાવતા હતા. હું ગર્વ અનુભવતો હતો અને મારી જાતને કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગ્યો મને એ ખબર પડી કે બાપાને પિતા કેટલા લોકો સાથે સંકળાયેલા છે અને કેટલા મહાન, મોટા લોકો સાથે તેમનો રેપો રહ્યો હતો.
પ્રશ્ન: પદ્મશ્રી મળ્યા પછીનું સેલિબ્રેશન તમે કેવી રીતે કર્યું હતું?
જવાબ: પદ્મશ્રી મળ્યો ત્યારે મોદી સાહેબે અમારા આખા પરિવાર સાથે અમારી મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સાહેબ અમને ત્યાં ચેમ્બરમાં બોલાવ્યા અને અમારી સાથે સમય વિતાવ્યો. અમારા તમામ પરિવારજનો ત્યાં ગયા હતા જ્યાં હું મારી પત્ની, મારા મમ્મી, મારો દીકરો, મારી ભત્રીજી તમામને મોદી સાહેબ મળ્યા હતા અને અમારી સાથે પર્સનલી બેઠા એમણે વાત કરતા કહ્યું, આ બન્ને બેલડીઆ એ અમર છે. રેલવે સ્ટેશન પર પહોચ્યો હતો ત્યારે પરિવારજનો, મિત્ર, મંડળ સમાજના તમામ લોકો, આગેવાનો અમારા ભાજપ મોરચાનું આખું સંગઠન આ તમામે મહેશ- નરેશ કનોડિયાના પદ્મશ્રીને આવકાર આપ્યો એ ખરેખર અદ્ભુત હતો.
પ્રશ્ન: દરેક મહાન કલાકારની એ ઈચ્છા હોય છે કે તે પણ પોતાની અલગ ઓળખ બનાવે અને પદ્મશ્રી જેવા એવોર્ડના હકદાર બને શું તેમને ક્યારેય આ પ્રકારની ઈચ્છા દર્શાવી હતી?