ગુજરાત

gujarat

ETV Bharat / city

Electronic vehicle Policy Update: ટુ-વ્હીલર માટે 20,000, રીક્ષા માટે 50,000 અને કાર માટે 1,50,000ની સબસીડી આપવાની જાહેરાત - ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસી

વર્તમાન સમયમાં જે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગામી ચાર વર્ષમાં ગુજરાત રાજ્યના માર્ગો પર બે લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો ફરતા થાય તેને લઈને આગામી ચાર વર્ષ માટેની ઇલેક્ટ્રિક વાહન પોલિસીની જાહેરાત કરી છે, જેમાં ટુ-વ્હીલર માટે 20,000, રીક્ષા માટે 50,000 અને કાર માટે 1,50,000ની સબસીડી આપવાની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સબસીડી પ્રાઇવેટ કોમર્શિયલ વાહન અથવા કોઈપણ વાહનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના આપવામાં આવશે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

By

Published : Jun 22, 2021, 6:49 PM IST

  • હાઇ-વે અને હોટેલમાં ચાર્જીગ સ્ટેશન બનાવવામાં આવશે
  • 500 જેટલા ચાર્જ સ્ટેશન બનશે, 250ને આપી મંજૂરી
  • સચિવાલયમાં ક્યારે ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગમાં લેવાશે તે બાબતે સરકાર વિચારશે

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani)એ ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધે તેને લઈને આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વાહનોની જાહેરાત કરી છે, પરંતુ સરકારી વિભાગ અધિકારીઓ અને પ્રધાનો ઇલેક્ટ્રિક વાહનો વાપરશે કે નહીં તે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ શરૂઆતનો તબક્કો છે, આ પોલિસી જનતા માટે જાહેર કરવામાં આવી છે અને શરૂઆતનો તબક્કો હોવાના કારણે આગામી સમયમાં સરકારી વિભાગ માટેની પણ વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો: કેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

રાજ્યના હાઇવે પર 500 ચાર્જ સ્ટેશન તૈયાર કરાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલિસી જાહેર કરતા જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગમાં આવે ત્યારે ચાર્જિંગ સ્ટેશનની પણ વ્યવસ્થા માટેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે, રાજ્યના હાઇ-વે પર 500 જેટલા ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે જેમાં થી ૨૨૫ જેટલા ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી દેવામાં આવી છે અને ચાર્જિંગ સ્ટેશન ઉપરાંત હાઈ-વે પર રહેલી રેસ્ટોરન્ટ અને હોટલોમાં પણ ચાર્જિંગ વ્યવસ્થા ઊભી થાય તે રીતની પણ આગામી સમયમાં વ્યવસ્થા કરવામાં આવશે.

ઇલેક્ટ્રિક વાહન પોલિસીની જાહેરાત

પ્રદુષણમાં થશે ઘટાડો

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો પ્રતિ કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતા એવરેજ 30થી 50 ટકા ઓછો આવે છે, તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. જેથી ગુજરાતના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનો આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે 5 કરોડ રૂપિયાના ઇંધણની પ્રતિવર્ષ બચત થશે તથા અંદાજે છ લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન પણ ઘટશે તેવો પણ રાજ્ય સરકાર દ્વારા અંદાજ રાખવામાં આવ્યો છે.

દેશના અન્ય રાજ્ય કરતા ગુજરાતની સબસીડીની તુલના

રાજ્યોશો-રૂમ પ્રાઈઝસબસીડીશો-રૂમ પ્રાઈઝ (સબસીડી સહિત)
દિલ્હી 84,201 25,500(17,000+8500) 58,701
મહારાષ્ટ્ર 84,201 22,000(17,000+5000) 62,201
ગુજરાત 84,201 34,000(17000+17,000) 50,501

RTOમાં રજીસ્ટ્રેશન ફી 100 ટકા મુક્તિ

પેટ્રોલ અને ડિઝલના વાહનોનું રજીસ્ટ્રેશન RTOમાં કરવામાં આવે છે, પરંતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર અને ફોર-વ્હિલર માટે ગુજરાતના આરટીઓ દ્વારા પાસ થયેલા વિહિકલને નોંધણી ફીમાંથી 100ટકા મુક્તિ આપવાની જાહેરાત પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જ્યારે લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ ફરજીયાત આપવી પડે છે તે ઇલેક્ટ્રિક વાહનોથી પણ આપી શકાશે.

આ પણ વાંચો: પ્રદૂષણ મુક્ત સુખી જીવન માટે ઇલેક્ટ્રિક વાહનો...

ઇલેક્ટ્રિક મોબિલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ પ્રોત્સાહિત થશે

રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસીની જાહેરાત થતા જે આવનારા સમયમાં ઈલેક્ટ્રીક મોબિલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત થશે જ્યારે આ નવી પોલિસીના કારણે ઇલેક્ટ્રિક વ્હિકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇલેક્ટ્રિક વ્હિકલના ડ્રાઇવિંગ વેચાણ ધિરાણ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં પણ વૃદ્ધિ થશે.

ABOUT THE AUTHOR

...view details