- રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર સમીક્ષા શરૂ કરી છે
- કોવિડ-19ની સ્થિતિને કારણે જિલ્લા કલેક્ટર્સ પાસેથી જરૂરી સૂચનો મેળવ્યા
- તારીખ 1/1/2021ની મતદારી ફાઈનલ ગણાશે
ગાંધીનગર : રાજ્ય ચૂંટણી પંચની મંગળવારે સર્વ પ્રથમ બેઠક મળી હતી. જેમાં હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર્સ, જિલ્લા સંબધિત ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-19ની સ્થિતિને કારણે ચૂંટણી કેવી રીતે યોજવી તે અંગે જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ અંગે હજૂ વધુ બેઠકોનું આયોજન કરવામાં આવશે.
મતદાર યાદીમાં સુધારા વધારા કરવા આદેશ
ગુજરાતની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને પેટા ચૂંટણી માટે તારીખ 1/1/2021ની મતદાર યાદીની લાયકાતને આધારે મત આપી શકાશે. તેના માટે અદ્યતન રીતે મતદાન યાદી પૂર્ણ કરવા અને સુધારા વધારા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
કોવિડને કારણે આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત અંગે ચર્ચા
ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર EVM, ચૂંટણી સાહિત્યની જરૂરિયાત, કોવિડ-19ના કાળમાં યોજાતી ચૂંટણીને કારણે આરોગ્ય વિષયક ચીજ વસ્તુઓની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા જેવી વગેરે બાબતોની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.
19 નગરપાલિકાના વોર્ડનું સીમાંકન ફેરફારની યાદી
ગુજરાતની 19 નગરપાલિકાઓની ગત સામાન્ય ચૂંટણી વખતે શહેરના વોર્ડનું સીમાંકન અને બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશ જાન્યુઆરી 2016માં કર્યો હતો. શહેરી વિકાસ વિભાગના 19/10/2020ના જાહેરનામા મુજબ અશઃત સુધારો કરી જે તે બેઠકના પ્રકાર નીચે દર્શાવેલી નગરપાલિકાઓ માટે નક્કી કરતાં આદેશ રાજ્ય ચૂંટણી પંચે તારીખ 15/12/2020ના રોજ પ્રસિદ્ધ કર્યો છે.
(1) બારેજા
(2) સોજીત્રા
(3) આમોદ
(4) વલ્લભીપુર
(5) સિક્કા
(6) જામરાવલ