ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણી કાઉન્ટ ડાઉન :  મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહેકમ ફાળવાયું - સીએમ વિજય રુપાણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની હવે ગમે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે. ત્યારે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકામાં રાજ્ય સરકાર હેઠળ ચૂંટણી માટેના મહેકમ મંજૂર કરવામાં આવ્યાં છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર રીતે કામગીરી હાથ ધરી છે, ત્યારે હવે જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજનીની ચૂંટણીની તારીખો જાહેર થશે.

ચૂંટણી કાઉન્ટ ડાઉન :  મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહેકમ ફાળવાયું
ચૂંટણી કાઉન્ટ ડાઉન :  મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહેકમ ફાળવાયું

By

Published : Jan 1, 2021, 2:15 PM IST

  • રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીાંનું કાઉન્ટ ડાઉન શરૂ
  • ગમે ત્યારે થઈ શકે છે ચૂંટણીની જાહેરાત
  • ચૂંટણીની પ્રક્રિયા માટે ચૂંટણી પંચે મહેકમ મંજૂર કર્યું
  • તમામ મનપા વિસ્તારમાં 1 નાયબ કલેકટર ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે

    ગાંધીનગરઃ અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાન્યુઆરીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારે આજે તમામ મનપા વિસ્તારમાં એક નાયબ કલેકટર કક્ષાના અધિકારી ચૂંટણી પ્રક્રિયાનું તમામ પ્રકારનું નિરીક્ષણ કરવાની જાહેરાત કરી છે. તમામ મનપા વિસ્તારમાં એક નાયબ કલેકટર ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.

  • કઇ કઈ કક્ષાના અધિકારીઓ રહેશે ચૂંટણી પ્રક્રિયામાં

    રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી મહેકમમાં દરેક મનપા વિસ્તારમાં નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે. સાથે મામલતદાર 1-1 નાયબ મામલતદાર 1-1, કારકૂન અને પટાવાળાનું મહેકમ જાહેર કરાયું કરવામાં આવ્યું છે.

  • ચૂંટણી પંચના સીધા સંપર્કમાં રહેશે અધિકારી

    આજે રાજ્યની ચૂંટણી પ્રક્રિયાને લગતી મહેકમની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ સીધા ચૂંટણી પંચના સંપર્કમાં રહેશે. મનપા કોર્પોરેશન વિસ્તારમાં ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય તો તેઓ પાસે ફરિયાદ થઇ શકશે અને તેઓ ચૂંટણી પંચમાં ફરિયાદ મોકલી શકશે.

ABOUT THE AUTHOR

...view details