ગાંધીનગરકેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતના ચાર દિવસ પ્રવાસે (Election Commissioner on a four day tour of Gujarat) આવી રહ્યું હોવાના ખૂબ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇને આ સમયમાં જાહેરાત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ ચૂંટણી પંચ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર કરી ચૂક્યું છે. ગુજરાતમાં ડીસેમ્બર માસમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ તેમની ગુજરાત મુલાકાત ( Central Election Commission Gujarat visit ) દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી તમામ સંભાવનાઓ છે.
દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઝોનની મુલાકાત લેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત હવે ગણતરીના દિવસોમાં જ થવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ 15 દિવસ પહેલાં પણ ગુજરાત મુલાકાતે આવ્યા હતા અને ગુજરાતની પરિસ્થિતિ તથા રાજકીય પક્ષો સાથે બેઠકો કરીને રાજકીય પક્ષોના સૂચનો લીધા હતાં. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ફરી ગુજરાત મુલાકાતે ( Central Election Commission Gujarat visit ) આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઝોનની મુલાકાત (Election Commissioner on a four day tour of Gujarat)લેશે.
4 દિવસની મુલાકાતકેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીને અંતર્ગત ચાર દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યું છે. ચાર દિવસના પ્રવાસની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી ગુજરાતના પ્રવાસે ( Central Election Commission Gujarat visit ) આવશે. મહત્ત્વની વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે ફરીથી (Election Commissioner on a four day tour of Gujarat)બેઠક કરીને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્હી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરશે.
દિલ્હીમાં થશે જાહેરાત ચૂંટણી પંચની ટીમના ત્રણથી ચાર સભ્યો દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ બાબતની સમીક્ષા કરીને દિલ્હી જઈને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે. હિમાચલ વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ચૂંટણી પંચે હિમાચલ વિધાનસભાની મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર ગઈકાલે જાહેરાત કરી હતી. ત્યારે હવે ચાર દિવસ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ચૂંટણી પંચ ( Central Election Commission Gujarat visit ) આવી રહ્યું છે અને અલગ અલગ ઝોનમાં જઈને અધિકારીઓ સાથે બેઠક અને સમીક્ષા (Election Commissioner on a four day tour of Gujarat)કરશે. જેને લઇને અનુમાન છે કેે ગણતરીના દિવસોમાં દિલ્હીમાં જઈને કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત કરી શકે તેમ છે.