- કોરોનામાં ચૂંટણીનું પ્રચાર અભિયાન બદલાયું
- મોટી રેલીઓથી બચવા અપનાવ્યા અલગ રસ્તાઓ
- ડોર-ટૂ-ડોર અને ડિજિટલ પર વધુ ભાર અપાશે
ગાંધીનગર:કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ચૂંટણીને પણ ગણતરીના જ દિવસો બાકી છે. આ વખતે ચૂંટણી પ્રચાર બિલકુલ અલગ રીતે જોવા મળશે. જેમાં ત્રિ-પાંખિયા આ જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ-અલગ વ્યૂહ રચના બનાવી છે. કેટલીક પાર્ટીઓ દ્વારા ડોર-ટૂ-ડોર પ્રચારનું કાર્ય અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ આમદમી પાર્ટી પ્લે કાર્ડ સાથે, ભાજપ ડોર-ટૂ-ડોર તો કોંગ્રેસ ડિજિટલ પ્રચાર પર ભાર મૂકશે. કોંગ્રેસે તો આ માટે તમામ વોર્ડમાં ફરવા માટે વાન પણ બનાવી છે.
આ પણ વાંચો: કેરળની એક રેસ્ટોરામાં પીરસાઇ રહ્યા છે, પાર્ટી ચિહ્ન વાળા ઢોસા
કોંગ્રેસ મેનિફેસ્ટો માટે બે વાન તૈયાર કરશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના સ્ટેટ કો-ઓર્ડિનેટર અશ્વિનસિંહ ટાપરિયાએ કહ્યું કે, કોંગ્રેસે કોરોનાનું સંક્રમણ ફેલાવતું અટકાવવા માટે આ વર્ષે પ્રચારમાં ગાંધીનગરમાં અલગ જ પ્રકારની વ્યૂહ રચના બનાવી છે. જેમાં કોંગ્રેસે મેનિફેસ્ટો માટે સ્પેશિયલ બે વાન તૈયાર કરાવડાવી છે. જે આગામી બે દિવસમાં ગાંધીનગરમાં ફરશે. જેમાં વીડીયો, ઓડિયો હશે જેની અંદર ગાંધીનગરને સ્પર્શતા મુદ્દાઓ આ વીડિયોમાં જોવા મળશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચારનો પૂરજોશમાં પ્રચાર થતો જોવા મળશે. ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા વોર્ડ રૂમ સોશિયલ મીડિયા માટે તૈયાર કરાવડાવ્યા છે. આ ઉપરાંત ડોર-ટૂ-ડોર પ્રચાર કરતા ઉમેદવારો પણ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં જોવા મળશે.