- રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લેબર અને ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન ઍક્ટમાં સુધારાઓ કરાયા
- 50થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની નહીં
- લાયસન્સને રીન્યુ કરાવવું, રજિસ્ટ્રેશન અથવા લાયસન્સનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ કરાવવું તેમજ રજિસ્ટ્રેશન અને લાયસન્સનું કામચલાઉ સર્ટિફિકેટ કરાવવાની પણ જરૂર રહેતી નથી
ગાંધીનગરઃકોરોનાની મહામારીને પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગોને મદદ કરવાના હેતુથી રાજ્ય સરકારે 26 નવેમ્બર, 2020ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ, 1970) અને ઇન્ટર-સ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન્સ ઓફ સર્વિસિસ) એક્ટ, 1979માં કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીમાં ઉધોગોને આ સુધારથી ફાયદો
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, કોરોનાને લીધે ઊભી થયેલી વર્તમાન સ્થિતિ પહોંચી વળવાના હેતુસર ઉદ્યોગોને મદદ કરવા તેમજ નવીન રોકાણને આકર્ષવા માટે રાજ્ય સરકારે શ્રમ કાયદાઓમાં અનેક રાહતોની જાહેરાત કરી છે અને હવે કેટલાંક વધુ સુધારાઓ પણ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક સુધારાઓ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. જાહેરનામામાં સૂચવ્યા મુજબ, કોન્ટ્રાક્ટ લેબર (નિયમન અને નાબૂદી અધિનિયમ) (ગુજરાત) નિયમ, 1972 માં નિયમો 24, 26, 27મા ફેરફાર કરવામાં આવ્યો છે, કે 50થી ઓછા કામદારો માટે કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટ ફી ભરવાની થતી નથી.
લાયસન્સની માન્યતા હવે ફોર્મ-Vમાં દર્શાવેલા સમયગાળા સુધી અમલમાં રહેશે