ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા આજ મંગળવારથી 8 કોર્પોરેશન વિસ્તાર અને 2 નગરપાલિકા વિસ્તારમાં મધ્યહન યોજના પ્રારંભ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બોરીજ પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનની શરૂવાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીને કારણે યોજના બંધ રાખવામાં આવી હતી. કોરોનાને કારણે બાળકોને આર્થિક સહાય આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન યોજના ફરી લાગુ થશે.
2 વર્ષથી બંધ હતી યોજના:રાજ્યની 8 મહાનગરપાલિકા અને બે પાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે બાળકોને મધ્યાહન ભોજનની જગ્યા આર્થિક સહાય આપવામાં આવતી હતી, આ ઉપરાંત અમુક ભોજન પણ ઘરે પહોંચાડવામાં આવતું હતું, તેવું નિવેદન પણ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કર્યું છે. આમ હવે શાળામાંથી જ રાજ્યના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન રૂપે મિડ ડે મિલ આપવામાં આવશે.
આ પણ વાંચો:Tamilnadu news: યુવકે ત્રણ વર્ષ 1-1 રૂપિયાના સિક્કા જમા કર્યા, 2.6 લાખની બાઇક ખરીદી