ગાંધીનગરઃ કોંગ્રેસના અમિત ચાવડાએ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અતારાંકિત પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં શહેરી વિસ્તારમાં કેટલીક સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ કરવામાં આવી છે કે, મર્જ કરવામાં આવી છે અને તેના કારણો પણ જણાવવા તમે કહ્યું હતું. આ ઉપરાંત નવી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે કે, વર્ગ વધારાની મંજૂરી આપવામાં આવી છે તે સંદર્ભનો પ્રશ્ન પૂછ્યો હતો.
જેના જવાબમાં શિક્ષણ પ્રધાનએ જવાબ આપ્યો હતો કે, શહેરી વિસ્તારમાં 123 પ્રાથમિક શાળા અને 1 માધ્યમિક શાળા બંધ કરવામાં આવી છે. જ્યારે એક પણ માધ્યમિક શાળા મર્જ કરવામાં આવી નથી. જે આ શાળાઓ બંધ કરવામાં આવી છે. તેમાં એક પણ વિદ્યાર્થી નહિ હોવાથી તેને બંધ કરાવી છે અને જે પ્રાથમિક શાળામ બાળકોની સંખ્યા ઓછી હોય તેને નજીકની શાળામાં મર્જ કરવામાં આવી છે.