ગુજરાત

gujarat

ETV Bharat / city

Edible Oil Prices In Gujarat: રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારો, વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો પ્રશ્ન - રશિયા યુક્રેન યુદ્ધ 2022

ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં ખાદ્યતેલોના ભાવો (Edible Oil Prices In Gujarat) અસહ્ય રીતે વધ્યાં છે. સિંગતેલના ભાવમાં 57 કપાસિયાના ભાવમાં 65 અને પામોલીન તેલના ભાવમાં 34 રૂપિયાનો વધારો છેલ્લા 2 વર્ષમાં થયો છે. કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે આ જવાબ આપ્યો હતો.

Edible Oil Prices In Gujarat: રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારો, વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો પ્રશ્ન
Edible Oil Prices In Gujarat: રાજ્યમાં છેલ્લાં 2 વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં અસહ્ય વધારો, વિધાનસભામાં કોંગ્રેસે ઉઠાવ્યો પ્રશ્ન

By

Published : Mar 14, 2022, 8:50 PM IST

ગાંધીનગર: ઇંધણના વધતા ભાવની સાથે-સાથે ખાદ્યતેલના ભાવ (Edible Oil Prices In Gujarat)માં પણ અસહ્ય વધારો થઈ રહ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગને ખાદ્યતેલ ખરીદવું દોહ્યલું બની રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા (Gujarat Assembly 2022)માં છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ખાદ્યતેલોના વધેલા ભાવોઅંગે (Congress In Gujarat Assembly) પ્રશ્ન પૂછ્યો હતો.

છેલ્લા 2 વર્ષમાં કપાસિયા તેલના ભાવમાં 56 ટકાનો વધારો-વિપક્ષે જણાવ્યું હતું કે, સરકાર ભાવ વધારો કાબૂમાં લેવા કોઈ નક્કર પગલાં ભરતી નથી અને તેલિયા રાજાઓ નાગરિકોને લૂંટી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં સિંગતેલના ભાવ 107 રૂપિયાથી (Peanut oil prices In Gujarat) વધીને 165 રૂપિયાએ પહોંચ્યા છે. આમ 57 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવ (Cottonseed oil prices In Gujarat) 87 રૂપિયાથી વધીને 152 ઉપર પહોંચ્યા છે. જે 65 રૂપિયાનો વધારો સૂચવે છે. તો પામોલીન તેલના ભાવ 74થી વધીને 108 રૂપિયા થયા છે, જે 34 રૂપિયાનો વધારો સૂચવે છે.

આ પણ વાંચો:ખાદ્યતેલમાં સ્ટોક મર્યાદા કરવાથી ભાવ ઘટવાની શકયતા નહિવત: SOMA

ખાદ્યતેલના ભાવમાં સરેરાશ 34 ટકાનો વધારો -આમ છેલ્લા 2 વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં 34 ટકા જેટલો વધારો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલ (Palmolein Oil Prices In Gujarat)માં અનુક્રમે 37, 57 અને 23 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ થોડાંક દિવસો પહેલા રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં હવે કોઇપણ વેપારી અને ડીલર અમુક મર્યાદાની અંદર જ તેલનું સ્ટોરેજ (Stock Limit On Edible Oil Gujarat) કરી શકશે.

આ પણ વાંચો:Stock Limit On Edible Oil Gujarat: હવે વેપારીઓ તેલના ડબ્બા મર્યાદિત સંખ્યામાં સ્ટોરેજ કરી શકશે, થશે સરપ્રાઇઝ ચેકિંગ

સરકારે તેલના સ્ટોરેજ પર નિયંત્રણ લગાવ્યું- રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine War 2022)ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ખાદ્ય તેલના ભાવો સતત વધતાં સરકારે તેલના સ્ટોરેજ પર નિયંત્રણ લગાવ્યું છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નોટિફિકેશનમાં રિટેલમાં 30 ક્વિન્ટલ, જ્યારે હોલસેલમાં 500 કરોડનો જથ્થો સંગ્રહ કરી શકાશે. Edible oil seedના 100 ક્વિંટલ અને હોલસેલમાં 2000 ક્વિંટલ જથ્થા (Edible oil seed stock gujarat)નો સંગ્રહ કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details