ગુજરાત

gujarat

ETV Bharat / city

BSNLના કર્મચારીઓ દ્વારા ગ્રાહક સેવા કેન્દ્રનું કાઉન્ટર વહેલું બંધ કરાતા અરજદારોમાં રોષ

ગાંધીનગર શહેરના સેક્ટર 11માં આવેલી BSNL કચેરીના ધાંધીયાના કારણે અરજદારોને હેરાન થવું પડી રહ્યું છે. લોકડાઉન વચ્ચે ચાલી રહેલી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના કનેક્શનના બીલ ભરવા ગયા હતા. પરંતુ એક કલાક જેટલો સમય વિતવા છતાં કોઇ કર્મચારી જોવા મળ્યા ન હતા.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : May 15, 2020, 5:35 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં લોકડાઉન અમલી છે, ત્યારે બેંક સહિતની અનેક કચેરીઓ દ્વારા બિલ ભરવાનો સમય લંબાવી દીધો છે. પરંતુ કેટલીક કંપનીઓ દ્વારા આવા કપરા સમયમાં પણ ઉત્તર પરિવર્તન ચાલુ રાખવામાં આવ્યું છે. અરજદારોને વધારે પેનલટી રૂપે નાણાં ભરવા ના પડે તે માટે કચેરીઓમાં જઈને બિલ ભરી રહ્યા છે. પરંતુ ક્યાંક કચેરીના કર્મચારીઓ દ્વારા જ લોકડાઉનના સમયનો દુર ઉપયોગ કરવામાં આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

અરજદારોની ઓછી અવર-જવર વચ્ચે વહેલા પાટીયા પાડી દેતા BSNLના કર્મચારીઓ અને અરજદારોમા રોષ

સેક્ટર 11માં આવેલી BSNL કચેરી અરજદારો માટે ચાલુ રાખવામાં આવી છે. બિલ સહિત સ્વીકારવામાં આવી રહ્યા છે, પરંતુ આ માત્ર દેખાડા ખાતર ચાલુ રાખવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે ઉદ્યોગ ભવનના મોટાભાગના કર્મચારીઓ પોતાના કનેક્શનના બીલ ભરવા માટે કચેરીમાં ગયા હતા. બપોરના એક વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી તેઓ કચેરીમાં બેસી રહ્યા હતા, પરંતુ નાણા સ્વીકારવા માટે એક પણ કર્મચારી ટેબલ ઉપર જોવા મળતા ન હતા.

જેને લઇને અરજદારોમાં રોષ જોવા મળતો હતો. કચેરીનો સમય 11 થી 2 વાગ્યાનો હોવા છતાં નાણા સ્વીકારવા માટે કર્મચારીઓ જોવા નહી મળતા અરજદારો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી તરફ BSNL કચેરીમાં આ પ્રકારની સમસ્યા પહેલીવાર જોવા નથી મળી BSNLના કર્મચારીઓની આદતથી મજબુર થઈ ગયા હોય તેવું છે. દિવસ દરમિયાન પણ લોકોને પારાવાર હાલાકી નો સામનો કરવો પડતો હોય છે, ત્યારે તંત્રમાં સુધારો આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details