- વાયબ્રન્ટ ગુજરાત મહોત્સવ 2022ની તૈયારીઓ શરૂ
- મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવામાં આવી રહ્યા છે
- કોવિડ હોસ્પિટલ કરાઈ બંધ
- 10 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ સમિટનું થશે ઉદ્ઘાટન
ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 10 જાન્યુઆરીના રોજ ગુજરાત વાયબ્રન્ટ સમિટનું (Vibrant Gujarat 2022) ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ સમિટ એ કે જે મહાત્મા મંદિર ખાતે આ સતત 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વાયબ્રન્ટ સમિટને ધ્યાનમાં લઈએ તો અનેક રાજ્યોના અને દેશ- વિદેશના મહેમાનો મહાત્મા મંદિરે આવતા હોય છે. મહાત્મા મંદિરની વ્યવસ્થામાં સુધારાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મહાત્મા મંદિરની અંદર આવેલા પેવર બ્લોક (Paver Block change work started) જે તૂટી ગયા હોય તેને બદલવાની કામગીરી અત્યારે હાથ ધરાઇ છે.
કેવી હશે વાઈબ્રન્ટ સમિટ 2022?
રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ પત્રકાર પરિષદમાં (Rajiv Gupta Press Conference) જણાવ્યું હતું કે, વર્ષ 2022ની ગુજરાત વાયબ્રન્ટ સમિટ ગઢ 9 કરતાં સંપૂર્ણ અલગ રીતની હશે. જેમાં આત્મન ગુજરાતના સૂત્રથી આત્મનિર્ભર ભારત તૈયાર કરવાની થીમ નક્કી કરવામાં આવી છે અને આ ઉપરાંત ગુજરાતને ઔદ્યોગિક વિકાસ એ કઈ રીતે વધુમાં વધુ વિકાસ થઇ શકે તે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇને ઉદ્યોગલક્ષી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિઓ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે.
15થી વધુ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે
રાજીવ ગુપ્તાએ (Rajiv Gupta Press Conference) વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં (Vibrant Gujarat 2022) પાર્ટનર કન્ટ્રી તરીકે અનેક દેશોના નામ આગળ આવ્યા છે. આ વર્ષે પણ 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી થશે, જ્યારે અમુક કન્ટ્રી તરફથી હજુ પણ ગુજરાત સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમનો પણ સત્તાવાર જવાબ આવશે ત્યારે ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે અનેક દેશો જોડાશે. અત્યારે અમેરિકા, જર્મની, નેધરલેન્ડ, UK, ફ્રાન્સ, જાપાન, દુબઈ, આબુધાબી તથા મિડલ ઇસ્ટના દેશોના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે. આ તમામ કન્ટ્રીમાં વાઈબ્રન્ટ ગુજરાતનો રોડ શો પણ કરવામાં આવશે.
આ પણ વાંચો:Drugs seized in Jamnagar : રોઝી બંદર પાસે રૂપિયા 10 કરોડના ડ્રગ્સ સાથે બે ઈસમ ઝડપાયા