ગુજરાત

gujarat

ETV Bharat / city

Gandhinagar Corporation: કોર્પોરેશનની બેદરકારી, રોડ બનાવ્યા પછી પાઈપલાઈન નાખવા ફરીથી ખોદવામાં આવ્યો - Gandhinagar city news

ગાંધીનગર સેક્ટર 27માં નવો રોડ બનાવ્યાને 1 મહિનો પણ નથી થયો અને કોર્પોરેશને ફરી આ રોડને ખોદવો પડ્યો હતો. ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation) આ રોડને પાણીની પાઈપલાઈન માટે ખોદવમાં આવ્યો છે, તો શું રોડ બન્યા પહેલા નહોતી ખબર. હવે વરસાદ પડશે અને પાણી અંદર ઉતરશે જેથી રોડ ફરીથી ખરાબ થશે.

કોર્પોરેશનની બેદરકારી, રોડ બનાવ્યા પછી પાઈપલાઈન નાખવા ફરીથી ખોદવામાં આવ્યો
કોર્પોરેશનની બેદરકારી, રોડ બનાવ્યા પછી પાઈપલાઈન નાખવા ફરીથી ખોદવામાં આવ્યો

By

Published : Jun 25, 2021, 10:00 AM IST

  • ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારી
  • રોડ બનાવ્યા પછી પાઇપલાઇન નાખવાનો વિચાર આવ્યો
  • ચોમાસામાં લોકોને ફરીથી પડશેેે તકલીફ

ગાંધીનગર: શહેરના સેક્ટર 27માં આંતરિક માર્ગોનું નવીનીકરણ અને રીનોવેશનની કામગીરી હમણા જ પુરી થઈ છે. ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation) આ માર્ગના રિનોવેશન બાદ 23 જૂન ગુરુવારે ફરી માર્ગમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. પાણીની લાઈન નાખવાની હોવાથી ખોદકામ કરવામાં આવ્યું હતું.

કોર્પોરેશનની બેદરકારી, રોડ બનાવ્યા પછી પાઈપલાઈન નાખવા ફરીથી ખોદવામાં આવ્યો

બેદરકારી માટે કોર્પોરેશન જ જવાબદાર

શહેરના સેક્ટર 27માં હાલમાં પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. અહીં આ કામને લઈ ત્યાંના વસાહતીઓ દ્વારા કોર્પોરેશનની બેદરકારી ગણાવી છે. આ કાર્યમાં આયોજનનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે જૂના રોડ પર નવો રોડ બનાવવાનું નક્કી થયું ત્યારે પાણીની પાઇપલાઇન નાખવાનું યાદ ના આવ્યું. રોડ બનતો હતો ત્યારે ત્યાંના અધિકારીઓ પણ જાતે જ ઉભા રહી રોડનું કામ કરાવ્યું હતું. આ પ્રકારના કામની મંજૂરી આપનારુ કોર્પોરેશન છે તો આ બેદરકારી માટે પણ કોર્પોરેશન જ જવાબદાર છે.

આ પણ વાંચોઃઅમદાવાદ-ગાંધીનગર વચ્ચે 864 કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનશે: અમિત શાહ

ચોમાસામાં પાણી અંદર જવાથી ફૂટપાથો પણ પોલી થઈ છે

વરસાદ આવતાની સાથે જ શહેરની ફુટપાથો બેસી જવા લાગે છે. આ રોડ પર મોટા મોટા ભુવા પડવા લાગે છે રસ્તાઓ દબાઈ જાય છે. જેમાં કોર્પોરેશનના (Gandhinagar Corporation) આયોજનનો અભાવ જવાબદાર છે. સેક્ટર 27ના રોડ પર પણ બાજુમાં જ ફૂટપાથ છે. જ્યાં રોડને ખોદવામાં આવ્યો છે. જેથી પોલી પડેલી આ જમીનમાં અંદર પાણી ઘુસી શકે છે અને ફૂટપાથ પણ બેસી શકે છે. જો કે આ પહેલા પણ તૌકતે વાવાઝોડા (Taukte cyclone) ના પગલે થયેલા કમોસમી વરસાદના કારણે ફૂટપાથો બેસી ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details