ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીએ દેશને સંબોધન કરીને 18 વર્ષથી વધુની વયના નાગરિકોના કોરોના રસીકરણ માટેની જાહેરાત (Corona Vaccination in Gujarat) કરી હતી. ત્યારે ગુજરાતની વાત કરીએ તો, આજ દિન સુધીમાં એટલે કે, 12 ફેબ્રુઆરીથી આજ દિન સુધીમાં ફક્ત 1.4 ટકા લોકોએ જ કોરોનાની રસીનો ડોઝ લીધો છે. જ્યારે હજી સુધી 98.6 ટકા લોકોએ કોરોના વ્યક્તિનો પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) લીધો જ નથી.
રાજ્યમાં હજી 1.13 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ નથી લીધો -દેશમાં 16 જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ (Corona Vaccination in Gujarat) શરૂ થયું છે. ત્યારબાદ તબક્કાવાર રીતે કોરોનાની રસી આપવામાં આવી હતી. જોકે, ગુજરાતમાં હજી પણ 1,13,947 લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ નથી લીધો. જ્યારે 23,57,991 લોકોએ બીજો ડોઝ નથી લીધો. આ સમગ્ર વિગતો રાજય સરકારના આરોગ્ય વિભાગમાંથી મળી રહી છે. જ્યારે બાળકોની વાત કરીએ તો, 15થી 17 વર્ષના 4,64,160 બાળકોએ પ્રથમ અને 3,01,402 બાળકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. જ્યારે 12થી 14 વર્ષની વયના બાળકોમાં હજી 5,17,258 અને બીજા ડોઝમાં 3,38,276 બાળકોએ રસીના ડોઝ લીધા નથી.
98.6 ટકા લોકો પ્રિકોશનરી ડોઝ લેવાના બાકી -રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસનો (Corona Cases in Gujarat) આંકડો 400ને પાર પહોંચ્યો છે. ફક્ત અમદાવાદમાં 200 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, હજી 98.6 ટકાથી વધુ લોકોના પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) લેવાના બાકી છે. જ્યારે પ્રિકોશનરી ડોઝ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, 18 વર્ષથી 59 વર્ષ સુધીના લોકોને ખાનગી સેન્ટરમાં જઈને પૈસા ચૂકવીને પ્રિકોશનરી ડોઝ લેવાના SMS પણ કરવામાં આવી રહ્યા છે, પણ પ્રિકોશનરી ડોઝની 450 રૂપિયાની કિંમત હોવાના કારણે લોકો પ્રિકોશનરી ડોઝ નથી લઈ રહ્યા.
60 વર્ષથી વધુ વયના લોકોમાં 38 ટકા લોકો બાકી -કેન્દ્ર સરકારની ગણતરી પ્રમાણે, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત કુલ 36,81,094 લોકોને પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) આપવામાં આવ્યા છે. જ્યારે હજી પણ 38 ટકા લોકોએ પ્રિકોશનરી ડોઝ (Precautionary dose operation in Gujarat) લેવાનો બાકી છે. આમ, રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી ઢીલી પડી છે. તેને ધ્યાનમાં રાખી કોરોનાના કેસમાં (Corona Cases in Gujarat) સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.