ગાંધીનગર: રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકો સામે પોલીસ દ્વારા આકરી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ગાંધીનગર પોલીસ દ્વારા એક અનોખી રીતે ડ્રાઇવ કરવામાં આવી હતી. હાઈવે પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિકના નિયમોને પાલનની જાગૃતિ ફેલાવતી ટીશર્ટ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે ટી શર્ટ આપી જાગૃતિ ફેલાવવા અરજ કરી - હેલમેટ પહેરેલા ચાલકોને ટી શર્ટ
રાજ્યમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકો સામે પોલીસ દ્વારા આકરી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ગાંધીનગર પોલીસ દ્વારા એક અનોખી રીતે ડ્રાઇવ કરવામાં આવી હતી. હાઈવે પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોને ટ્રાફિકના નિયમોને પાલનની જાગૃતિ ફેલાવતી ટીશર્ટ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
હેલમેટ
તેમજ જે વાહનચાલકો હેલમેટ પહેરીને વાહન ચલાવતા હોય છે તેમને ટ્રાફિકના નિયમોની જાગૃતિ આપતી ટી-શર્ટ તથા પેન આપવામાં આવે છે. એટલું જ નહીં ઈ-ચલણ ભરવા આવતા નાગરિકોને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સમજ આપીને પેન આપવામાં આવે છે. ટ્રાફીક પીઆઈ એમ. આર. પુવારે નાગરિકોને હેલમેટ પહેરી સલામત રહેવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા નમ્ર અપીલ કરી છે.