10 વર્ષ પોતાના પરિવારનાં સભ્યની જેમ રાખેલા શ્વાનનું મોત થતાં ફાયર ઓફિસરે નનામી કાઢી અંતિમ ક્રિયા કરી - ગાંધીનગર તાજા સમાચાર
ગાંધીનગરના ફાયર ઓફિસર દ્વારા પોતાના ઘરે 10 વર્ષથી રાખવામાં આવેલો ગિનીનું (શ્વાન) મોત થતા મનુષ્યની જેમ તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

પરિવારના સભ્યની જેમ રાખેલા શ્વાનનું મોત થતા ફાયર ઓફિસરે નનામી કાઢી અંતિમ ક્રિયા કરી
ગાંધીનગરઃ પાલતુ પ્રાણી કેટલું વફાદાર હોય છે, તે બોલિવૂડની ફિલ્મોમાં અનેક વખત દર્શાવવામાં આવ્યું છે. માણસ કરતાં પણ વફાદાર હોય છે પાલતુ પ્રાણી. ત્યારે તેના જવાનો અફસોસ તેના માલિકને ચોક્કસ થાય છે. આજે ગાંધીનગરના ફાયર ઓફિસર દ્વારા પોતાના ઘરે 10 વર્ષથી રાખવામાં આવેલો ગિની (શ્વાન)નું મોત થતા મનુષ્યની જેમ તેની અંતિમક્રિયા કરવામાં આવી હતી. તે સમયે ઘરના તમામ પરિવારજનોની આંખમાંથી અશ્રુ ધારાઓ નીકળી ગઈ હતી.